હિન્દુ ધર્મમાં તહેવારોનું સવિશેષ મહત્વ રહેલું છે.હિન્દુ ધર્મમાં આવતા તમામ તહેવારો લોકો ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા હોય છે.ત્યારે હવે જમાનો બદલાયો છે.અને લોકો વિદેશમાં પણ સ્થાયી થયા છે.છતાં પોતાની સંસ્કૃતિ નથી ભૂલ્યા,વિદેશમાં વસતા ભારતીયો પણ ભારતીય તહેવારો ઉજવે છે.
હોળીનો તહેવાર બુરાઈ ઉપર અચ્છાઈની જીતનો તહેવાર છે.જેથી હોલિકા દહન કરવામાં આવે છે.પૌરાણિક કથાઓમાં ભક્ત પ્રહલાદને ભગવાનની ભક્તિ કરતા રોકવા માટે હિરણ્યકશ્યપની બહેન હોલિકા ભક્ત પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં પ્રવેશ કર્યો હતો.જેમાં હોલિકાનું અગ્નિમાં દહન થઇ જવા પામ્યું હતું.અને ભક્ત પ્રહલાદને ભગવાને ઉગારી લીધો હતો ત્યારથી ફાગણ મહિનામાં હોળીનું પર્વ ઉજવવામાં આવે છે.આજે સમગ્ર દેશભરમાં હોળીનો પર્વ ઉજવાયો હતો ત્યારે દૂર દુનિયા ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં વસતા પાટણના ગુજરાતી પરિવારોએ હોળીનો તહેવાર ઉજવી હોલિકા દહન કરી આ પર્વ ઉજવ્યો હતો.
આજે હોળીના પાવન પર્વએ હોલિકા દેશનો લ્હાવો લઈ પાટણની મુન્ની પ્રજાપતિએ જણાવ્યું હતું.દરવર્ષે હોળી સહિતના હિન્દૂ તહેવારો પર્થ શહેરમાં ઉજવાય છે.આજે હોળીના પર્વમાં પણ વિસ્તારમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને પાટણના પ્રજાપતિ પરિવારો સહિત આશરે 4 થી 5 હજાર લોકોએ હોલિકા દર્શન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.