• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District VCE Association Handed Over Application Form To District Development Officer Regarding Various Costly Demands.

રજૂઆત:વિવિધ પડતર માંગણીઓને લઇ પાટણ જિલ્લા વીસીઈ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા મંત્રી મંડળ દ્વારા વીસીઇના પ્રશ્નોનુ જલ્દી નિવારણ આવે તે માટે રજૂઆત કરાઇ

ગુજરાત રાજયની પાયાની અને સરકારની તમામ ડીઝીટલ કામગીરીની અમલવારી કરી કામગીરી કરતા વીસીઇ (ઇ-ગ્રામ )ની માંગણીઓ છેલ્લા 2015થી સરકાર સમક્ષ કરવામાં આવેલી છે. આ ડીઝીટલ કામગીરી કરતા વીસીઇ 2006થી કમિશન બેઝ કામગીરી કરતા હોય પગાર-ધોરણ આપવામાં આવતું નથી. જેથી પગાર ધોરણ લાગુ થાય એ માટે વીસીઇ મંડળ દ્વારા અવાર - નવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમજ 2020માં વીસીઇ મંડળ દ્વારા હડતાલ કરવામાં આવી હતી. જે બાબતે રાજ્ય તાત્કાલિન નાયબ મુખ્યમંત્રી દ્વારા વીસીઇના પ્રશ્નો અને માંગણીઓનુ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવશે એવી મૌખિક બાહેધરી આપવામાં આવી હતી. જેથી સમગ્ર રાજ્યમાં આ હડતાળ પરત ખેંચી લીધેલી અને કામગીરી ચાલુ કરીને ફરજ પર હાજર થયા હતા.

વીસીઇ મંડળ દ્વારા સતત 2016થી લેખિત રજૂઆતો કરવામાં આવેલી છે. પરંતુ સરકાર દ્વારા વીસીઇઓનુ શોષણ અટકે અને કમિશન પ્રથા બંધ થાય એ માટે સકારાત્મક પગલાં આજદિન સુધી ભરવામાં આવ્યા નથી. ત્યારે નવિન મંત્રી મંડળ દ્વારા વીસીઇના પ્રશ્નો અને માંગણીઓનો સ્વીકાર થાય અને ન્યાય મળે એ લાગણી સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી.

ખાસ કરીને સન 2006થી આજ દીન સુધી સતત કામગીરી કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરવા,સરકાર દ્વારા મહેકમ ઉભુ કરીને છેલ્લા 15 વર્ષથી સતત સરકારી કર્મચારી જેટલુ કામ કરતા હોય સરકારશ્રીના 240 દિવસના નિયમ મુજબ નિયમનુ અમલ કરીને નિયમ મુજબ કાયમી કરવા, સન 2006થી આજદીન સુધી સતત કામગીરી કરતા હોય ઇ - ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાની પોલીસી રદ કરી સરકારી ધારા-ધોરણ લાગુ કરી નિતિનિયમ મુજબ પગાર-ધોરણની અમલવારી થાય એ માટે પગલા ભરી વીસીઇને કાયમી કર્મચારી તરીકે રક્ષણ આપવુ, સરકારના તમામ મહત્વપુર્ણ વિભાગો જેવા કે પંચાયત વિભાગ,મહેસુલ વિભાગ,કૃષિ વિભાગ , નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ , મહિલા અને બાળ કલ્યાણ વિભાગ , ચુંટણીની કામગીરી , જેટલી ડીઝીટલ સેવાસેતુની કામગીરી આ બધા વિભાગોની કામગીરી એક માત્ર વીસીઇ કરે છે.

જેને ધ્યાને લઇને વર્ગ -૩ નો દરજ્જો આપીને સરકારી કર્મચારી જાહેર કરવા, ઇ - ગ્રામ સોસાયટી દ્વારા પ્રાયવેટી કરણને મહત્વ આપવામાં આવતુ હોય એને બંધ કરી સરકારી કામ વીસીઇને આપવામાં આવે અને સરકારી નિતિ નિયમો મુજબ 2006થી વીસીઇ કામ કરતા હોવાથી વીસીઇને સરકારી લાભો આપવામાં આવે સહિતની વિવિધ માંગણીઓને લઈને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...