પાટણ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ અંતર્ગત જિલ્લા સ્કવોડ દ્વારા આકસ્મિક ચેકિંગ કરી પાન પાર્લરો માં રેડ કરી 4300/-દંડ વસુલાવામાં આવ્યો હતો.
સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો વી. એ.પટેલ અને ડિસ્ટ્રીક્ટ કંન્સલટન્ટ ડો. એન. કે.ગર્ગના માર્ગદર્શન હેઠળ પાટણ ખાતે આવેલ પાન પાર્લરો માં તમાકુ નિયંત્રણ અધિનિયમ -2003 ના કાયદાની અમલવારી થાય તેમજ જનજાગૃતિ આવે તે માટે જિલ્લા સ્કવોડ ટીમ દ્રારા આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગસ વિભાગ, નગરપાલિકા પાટણ, માધ્યમિક શિક્ષણ વિભાગ ના સહયોગ થી રેડ કરવામાં આવી હતી.
જેમાં "18 વર્ષ થી નાની ઉંમરની વ્યક્તિને તમાકુના વેચાણ કે ખરીદવા ઉપર પ્રતિબંધ, સિગારેટ અને બીડીના છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ તેમજ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુ ની બનાવટો ના વેચાણ કરવા પર પ્રતિબંધ અંગે માર્ગદર્શન આપી નિયમ નુ પાલન ન કરનાર વેપારી ને દંડ કરવામાં આવેલ જેમાં કુલ 10 કેસ કરી 4300ની વસુલાત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.