આવેદનપત્ર:પાટણ જિલ્લા તલાટીઓએ કેડરના પડતર પ્રશ્નો અંગે પાટણ અને રાધનપુરમાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપી

પાટણ જિલ્લા તલાટીઓએ સરકારમાં રહેલા તેમના પડતર પ્રશ્નો લઇને સોમવારે રાધનપુરમાં નાયબ કલેક્ટર, મામલતદાર ટી .ડિ.ઓ અને પાટણ જિલ્લા વિકાસ અધિકારી અને પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ હવે આગામી સમયમાં અલગ અલગ કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

આજરોજ પાટણ જિલ્લા તલાટી કમમંત્રી મંડળના પ્રમુખ સતીશ ભાઈ જાદવ અને મંડળના સભ્યો દ્વારા આજરોજ તેમના કેડરના સરકારમાં રહેલા પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. ત્યારબાદ તમામ તલાટીઓ તેમના મોબાઇલમાંથી અધિકારી અને કર્મચારી સાથે જે વોટ્સઅપ ગૃપમાં જોડાયેલા હતા તેમાંથી એક સાથે રિમુવ થઇ ગયા હતા. અને વોટ્સઅપના માધ્યમથી કોઇપણ જાતની માહિતી કે પ્રત્યુતર તાલુકા, જિલ્લા કે અન્ય કચેરીને વ્યક્તિગત પણ નહી આપવનાઓ નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત આગામી તારીખ 20 સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ તલાટી મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે, 27 સપ્ટેમ્બરના રોજના પેનડાઉન કાર્યક્રમ અને 1 ઓકટોબરે તમામ તલાટીઓ માસ.સી.એલ ઉપર ઉતરી જઈને સ્થાનિક તાલુકા મથકોની કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શન કરશે.

1 ઓકટોબરથી કેડરના પડતર પ્રશ્નોનુ નિરાકરણના આવે ત્યાં સુધી રાજ્યના તમામ તલાટી મંત્રીઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરશે વધુમાં 1 ઓક્ટોબરના રોજ રાજ્યના તમામ તલાટી મંત્રીઓ જિલ્લા તલાટી મંત્રી મંડળની સૂચના મુજબ જિલ્લા પંચાયત કચેરીમાં એક દિવસના ધરણા કરશે.

અન્ય સમાચારો પણ છે...