આવેદનપત્ર:પાટણ જિલ્લા સ્વયં સૈનિક દળ એનજીઓ સંસ્થા દ્વારા મોરબી દુર્ઘટનાના કસૂરવારો સામે કડક કાર્યવાહીની માગ કરાઈ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતવાસીઓને હચમચાવી મુકનાર મોરબી દુર્ઘટના મામલે કસુરવારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનજીઓ સંસ્થાના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ઝૂલતો પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી
તાજેતરમાં સૌરાષ્ટ્રના મોરબીમાં મચ્છુ નદી પર વર્ષો જુનો ઝૂલતો પુલ આમ પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે દિવાળીના પર્વમાં આ ઝૂલતા પુલ પર કેટલાય લોકો પુલની મજા માણવા માટે આવ્યા હતા, પરંતુ કમનસીબે પુલ પર મોટા પ્રમાણમાં લોકોના ધસારાને કારણે એકાએક ઝૂલતો પુલ તુટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અનેક લોકોના અકાળે મોત નિપજ્યાં હતા.
જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરી
આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતવાસીઓમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી અને મૃતક આત્માઓને શ્રદ્ધાંજલીના કાર્યક્રમો બાદ મોરબી વહીવટીતંત્રની બેદરકારી સામે તેમજ કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને પાટણ જિલ્લા સ્વયં સૈનિક દળ એનજીઓ સંસ્થા દ્વારા મોરબી દુર્ઘટનાના કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...