પાટણ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે વધુ નવ કેસ મળતા 77 થી વધીને 86 કેસ થયા છે. ત્યારે પશુપાલન તંત્ર દ્વારા રોગચાળો વધતો અટકે તે માટે ગુરૂવારથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 5000 ડોઝ રસીકરણ માટે ફિલ્ડમાં મોકલવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં લંમ્પી વાયરસના વધુ નવ કેસ મળતા 77 થી વધીને 86 કેસ થયા છે.જેમાં નજુપુરામાંથી 1, લાલપુરમાંથી 3, સાંતલપુરમાંથી 1, દાત્રાણામાંથી 2 અને શબ્દલપુરામાંથી 2 કેસ મળી નવ કેસ મળ્યા છે.
રોગચાળો વધતો જઈ રહ્યો હોવાથી તેને અટકાવવા માટે રસીકરણ કરવા પાટણ પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક વી.બી .પરમારે રાજ્યકક્ષાએ પશુપાલન વિભાગમાંથી તાત્કાલિક 10,000 ડોઝની માગણી કરવામાં આવી હતી. જેમાંથી 5000 ડોઝ પાટણ જિલ્લાને મળ્યા છે તે તમામ ફિલ્ડમાં રસીકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે.
જેમાં સાંતલપુરમાં 2000, રાધનપુરમાં 1000, સમીમાં 1,000, સરસ્વતીમાં 500 અને શંખેશ્વરમાં 500 ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. વધુ 40,000 ડોઝ માગણી કરવામાં આવી છે. આ અંગે નાયબ પશુપાલન નિયામક વી.બી.પરમારે જણાવ્યું હતું કે લમ્પી વાયરસથી અસરગ્રસ્ત ગામોથી દૂરના ગામોમાં ગાયોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.