તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Primary Teachers Credit And Co operative Society Handed Over A Check To The Family Of The Deceased Teacher

મદદ:પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને સહકારી મંડળી દ્વારા મૃતક શિક્ષકના પરિવારને ચેક અર્પણ કરાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારને રૂ. સાત લાખ 90 હજારની માતબર રકમનો ચેક અર્પણ કરાયો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવાગામ પ્રા.શાળાના શિક્ષક કાંતિભાઈ નિનામાનું તાજેતરમાં અવસાન થતા તેમના પરિવાર ઉપર આવી પડેલા અચાનક દુઃખની ધડીમાં સહભાગી થવા માટે પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ગ્રાહક અને માલ ધિરાણ મંડળીના ચેરમેન ધીરુભાઈ પટેલ સહિત મંડળીના મંત્રી, વહીવટી સ્ટાફ દ્વારા પરિવારને રૂ. સાત લાખ 90 હજારની માતબર રકમનો ચેક અર્પણ કરી મૃતકનાં પરિવારને આર્થિક સહાય કરીને દુઃખના સમયમાં સહાય રૂપ બન્યા હતા.

નવાગામ પ્રા.શાળાના શિક્ષક કાંતિભાઈ નિનામાનું તાજેતરમાં અવસાન થતા પાટણ જિલ્લા મંડળીના ઉપ પ્રમુખ અને શિક્ષક સંઘના અગ્રણી મદારસિંહ ગોહિલ દ્વારા સાંતલપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સરોજબેન પટેલના હસ્તે કાંતિભાઈના પરિવારજનોને રૂબરૂ મળીને રૂ. સાત લાખ 90 હજારની કિંમતનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...