તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Primary Teacher Transfer Scam Haunted Again, Transfer Of 22 Teachers Made By Two Former DPOs Three Years Ago Canceled

બદલી કૌભાંડ:પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષકોની બદલી કૌભાંડનું ભૂત ફરી ધુણ્યુ, બે પૂર્વ ડીપીઓ દ્વારા ત્રણ વર્ષ અગાઉ કરાયેલી 22 શિક્ષકોની બદલી રદ્ કરાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લાનાં કુલ 3 પૂર્વ ડીપીઇઓની વહીવટ ભૂમિકા શંકાસ્પદ બની

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ભૂતકાળમાં થયેલા વહીવટ હુકમો ઉપર સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા ડીપીઇઓ ચૌધરીના હુકમો રદ્દબાતલ થયા બાદ વધુ 2 પાટણ જિલ્લાનાં પૂર્વ ડીપીઇઓ પણ ઝપટમાં આવ્યા છે.

શુક્રવારના રોજ એક સાથે વધુ 22 શિક્ષકોની બદલી રદ્દ કરવામાં આવી હતી. આ 22 શિક્ષકોની બદલી સરેરાશ 3 વર્ષ અગાઉ થઇ હતી. આ હુકમો ભૂતપૂર્વ પાટણ જિલ્લાનાં 2 ડીપીઇઓ દ્વારા થયા હતા. આવી સ્થિતિમાં પાટણ જિલ્લામાં 52 શિક્ષકો બાદ વધુ 22 શિક્ષકોને મૂળ શાળામાં મોકલવાનો હુકમ કરવામાં આવતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ ગતિવિધિને પગલે પાટણ જિલ્લાનાં કુલ 3 પૂર્વ ડીપીઇઓની વહીવટ ભૂમિકા શંકાસ્પદ બની છે.

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નિયામકની કચેરી દ્વારા અત્યારે ભૂતકાળમાં થયેલી કથિત ગેરરીતિ ઉપર તપાસ સાથે કાર્યવાહી ફાસ્ટ ટ્રેકમાં છે. તત્કાલીન ડીપીઓ ચૌધરી વિરુદ્ધ રજૂઆતો બાદ થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો મળી આવી છે.

ડીપીઓ ચૌધરીએ વિવિધ કારણો આધારે કરેલી શિક્ષકોની બદલીઓ તપાસતાં ભૂતકાળમાં થયેલી બદલીઓ પણ સામે આવી છે. હમણાં થોડા દિવસ પહેલાં 52 શિક્ષકોની બદલી રદ્દ કર્યા બાદ ભૂતપૂર્વ 2 ડીપીઓ પણ શંકાના દાયરામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ડીપીઓ જે.ડી પંડ્યા અને એન.એમ રાઠોડે પોતાની ફરજ દરમ્યાન ગેરરીતિ આચરી હુકમો કર્યા હોવાનું સામે આવ્યું છે.

નિયામકે ગઈકાલે શુક્રવારે કુલ 22 શિક્ષકોની બદલી રદ્દ કરી દીધી છે. આ 22 શિક્ષકોને આજથી સરેરાશ 3 વર્ષ અગાઉ બદલી કરી નવી શાળામાં મૂકવા હુકમો થયા હતા. જોકે તપાસમાં આ હુકમો અયોગ્ય હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. આ હુકમો થયા ત્યારે ડીપીઓ તરીકે એન. એમ રાઠોડ અને જે.ડી પંડ્યા હોવાનું હાલના પાટણ જિલ્લાના ઈન્ચાર્જ ડીપીઓ બિપીન પટેલે જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે ડીપીઓ ચૌધરીએ કરેલી બદલીઓ રદ્દ થતાં ભૂતકાળમાં પણ આવી બદલીઓ થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આથી નિયામક કચેરી દ્વારા ભૂતકાળમાં થયેલી બદલીઓ પણ ચકાસવામાં આવતાં ચોંકાવનારી વિગતો મળી આવી હતી. જેની તપાસ કરતાં આખરે 3 વર્ષ પહેલાંની કુલ 22 બદલીઓ પણ રદ્દ થઈ છે. આવી સ્થિતિમાં અગાઉ વિવિધ કારણે અને વિવિધ પ્રયાસથી કરેલી કે કરાવેલી બદલી નિષ્ફળ જતાં શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે.

તાજેતરના ડીપીઇઓ ચૌધરી બાદ વધુ 2 ડીપીઓની વહીવટી ભૂમિકા શંકાસ્પદ બનતાં કથિત કૌભાંડના મૂળ વર્ષો જૂના અને કેટલા હદે હોવાની કલ્પના શિક્ષણ આલમને હચમચાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...