• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Non Government Secondary Higher Secondary School By Principal Sangh. Demand To Give Benefit Of Mistake In 10th Gujarati Paper To Students

આચાર્ય સંઘની રજૂઆત:પાટણ જિલ્લા બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા ધો. 10ના ગુજરાતીના પેપરમાં ભૂલનો લાભ વિદ્યાર્થીઓને આપવા માંગણી

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા ધો.10 બોર્ડની પરીક્ષાના ગુજરાતીના પેપરમાં 4 માર્ક્સ બાબતે વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય કરવા ગુજરાત શિક્ષણ બોર્ડ,ગાંધીનગરના સચિવને લેખિત રજુઆત કરાઈ હતી.

આચાર્ય સંઘ દ્વારા માર્ચ- 2023માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયની પરીક્ષામાં પેપર સેટરની ભૂલનો લાભ વિદ્યાર્થીઓને આપવા રજુઆત કરાઈ છે. રજુઆત માં વધુમાં જણાવ્યું હતું કે, 14/03/2023 ના રોજ લેવાયેલ ગુજરાતી વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં બોર્ડ દ્વારા તા.12/06/2019ના પત્રથી પ્રશ્નપત્રનું પરિરૂપ, ગુણભાર અને બ્લ્યુપ્રિન્ટ જાહેર કરવામાં આવેલ જેમાં વિભાગ-ઇમાં કૃતિ અને કૃતિસંગ્રહ એવાં જોડકાં પૂછવાનો ઉલ્લેખ છે જ નહીં અને તે પ્રશ્નપત્રના માળખાની બહાર જઈને, તેની મર્યાદાને વટાવીને પેપર કાઢવામાં આવેલ છે, જે વિદ્યાર્થીઓ સાથેનો એક અન્યાય જ કહેવાય. એટલે આ ચાર ગુણ જે વિદ્યાર્થીઓને નથી મળતા એ વિદ્યાર્થીઓને પણ મળવાપાત્ર છે. તો પરીક્ષામાં હાજર તમામ વિદ્યાર્થીઓને ચાર (4) ગુણ આપી દેવા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગણી અને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...