ધરણા:પાટણ જિલ્લા કિસાન મોરચાએ પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષાચુક બાબતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ગરનાળા નજીક ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કર્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબમાં ટળેલી ધાત અને સુરક્ષામાં ચૂકમાં કોંગ્રેસ સરકારનો હાથ હોવાના આક્ષેપ સાથે ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક ગાંધીજીની પ્રતિમા પાસે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શિત અને ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિતિ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિતપાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના આગેવાનો, કાયૅકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...