તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારીઓ:કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું, તબીબોની તાલીમ શરૂ

પાટણ21 દિવસ પહેલા
  • ધારપુર હોસ્પિટલ ખાતે જિલ્લાના 70 મેડિકલ ઓફિસર, 120 ડોક્ટરો, 300 નર્સ અને 40 ટેકનિશ્યનોને તાલીમ આપવાનો પ્રારંભ
  • આ ટ્રેનિંગ બે મહિના સુધી આપવામાં આવશે

પાટણ જિલ્લા સહિત રાજ્ય ભરમાં કોરોનાની ધાતક બનેલી બીજી લહેર પૂર્ણતાના આરે છે. ત્યારે આગામી સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સમગ્ર આરોગ્ય વિભાગ સજજ બન્યું છે. જેને લઈ પાટણની ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે જિલ્લાના 70 મેડિકલ ઓફિસર, 120 ડોકટર્સ, 300 નર્સ, 40 ટેકનિશ્યનો તેમજ પીએચસી-સીએચસીનાં તાલીમાર્થીઓને ત્રીજી લહેર સામે દર્દીઓની સારવાર માટે કેવી સજજતા રાખવી તે અંગેની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટણથી આઠ કિલોમીટરના અંતરે આવેલ ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મંગળવારથી બે માસ માટેની ટ્રેનીંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનીંગમાં જિલ્લાના મેડિકલ ઓફિસરો,ડોકટર્સ, નસીંગ સ્ટાફ તેમજ પીએચસી અને સીએચસી સેન્ટરના મેડીકલ ઓફીસરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેઓ કોરોના મહામારીમાં સંક્રમીત દર્દીઓની સારવાર માટે સજજ થયેલા છે. ત્યારે સંભવિત ત્રીજી લહેરમાં સંક્રમીત દર્દીઓને કેવી રીતે ટેકલ કરવા તે અંગેનું માર્ગદર્શન આ ટ્રેનિંગ કેમ્પમાં આપવામાં આવી રહ્યું છે .

આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વેન્ટીલેટર, ઓક્સિજન અને બાયોટેપ પર કેવી રીતે સારવાર આપવી તે અંગે પણ સુવિસ્તાર સાથે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. આ સાથે કોરોનાની ત્રીજી લહેર સામે સજજ થવા 100 ડોકટરોને કોરોના દર્દીઓની સારવાર માટે સ્પેશ્યલ ટ્રેનીંગ પણ આપવામાં આવનાર હોવાનુ ધારપુર હોસ્પિટલના સુપ્રીટેન્ડ મનીષ રામાવતે જણાવ્યું હતુ.

ટ્રેનિંગ લેનાર હેમાબેન આંનદપુરા જણાવ્યું હતું કે, અમે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ હાલ તેઓ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા અમે તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી લહેરમા કોરોના સંક્રમિત દર્દીઓને સારી સારવાર મળે તે માટે ટ્રેનિંગ શરૂ કરી છે જે બે મહિના ચાલશે.

અન્ય સમાચારો પણ છે...