તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગાર:પાટણ જીલ્લા રોજગાર કચેરી અને આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ -19 સહાયકની ભરતી માટે ઈન્ટરવ્યું યોજાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 250 જગ્યા માટે અંદાજે 400 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

પાટણ જીલ્લામાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિ સામે મેડિકલ અને પેરામેડીકલના સ્ટાફની અછતને પહોંચી વળવા માટે જીલ્લા આરોગ્ય અને રોજગાર વિનિમય કચેરી દ્વારા કોવિડ -19 સહાયકની ભરતી માટે જીલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે ઈન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા. જેમાં 250 જગ્યાઓ માટે જીલ્લામાંથી આશરે 400થી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

250 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા

પાટણ જીલ્લા રોજગાર વિનિમય કચેરી અને આરોગ્ય વિભાગનાં સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં લાવવા તેમજ જીલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબ માનવબળ મળી રહે તે હેતુથી સહાયકની 250 જગ્યાઓ માટે જીલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ, ફીજીયોથેરાપીસ્ટ, બીએસસી નર્સિંગ જીએનએમ તથા બીએસસી માઈક્રોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા અન્ય વર્ષમાં અભ્યાસ કરતા હોય તેમજ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવી હતી.
બીએચએમએસનાં 75થી વધુ ઉમેદવારો રજીસ્ટ્રેશન થયા

આ ઇન્ટરવ્યુમાં પાટણ જીલ્લામાંથી જીએમએસ નર્સિંગ અને ફીજીયોથેરાપી માટે 125થી વધુ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થવા પામ્યું હતું. જ્યારે ડોકટર કેટેગરીમાં આવતા ઉમેદવારો પૈકી એમબીબીએસ, બીએચએમએસનાં 75થી વધુ ઉમેદવારો રજીસ્ટ્રેશન થયા હતા. જ્યારે માઇક્રો બીએચએસસી અને જનરલ નર્સિંગ માટે 100 થી વધુ ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આઈન્ટરવ્યુમાં આવેલ તમામ ઉમેદવારોના સ્વર્ણિમ હોલ ખાતે આરોગ્ય અને રોજગાર વિનિમય કેન્દ્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં તેઓના જરુરી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી.
ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાયકાત ધરાવતા અને મેરીડમાં આવતા ઉમેદવારોને જે તે જગ્યાની ભરતી માટે પ્રાધાન્ય આપવામાં આવશે. રાજ્યભરમાં વકરેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાટણ જીલ્લા વહીવટીતંત્ર સજાગ બન્યું છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમીત પરિસ્થિતિને નિયંત્રિત કરવા કોવિડ -19 સહાયકની 250 જેટલી જગ્યાઓ પર ડોકટર - નર્સ સહિત અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...