મતદાનનું મહત્વ:પાટણ જિલ્લા ચૂંટણી અધિકારીએ મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણની ભગિની સમાજ ખાતે યોજાયેલા મતદાર જાગૃતિ કાર્યક્રમમાં પાટણનાં ચૂંટણી અધિકારી દિલીપસિંહ ગોહિલ તથા નાયબ મામલતદાર વનીત ઠાકર તેમનાં સ્ટાફ દ્વારા મહિલાઓને તેમનાં ચૂંટણી ઓળખકાર્ડમાં ફેરફાર કરાવવા, સુધારણા કરાવવા માટે તથા નવી મતદાર મહિલાઓનાં નામ દાખલ કરવાનાં હોય તો અત્યારે શહેર માં દર રવિવારે મતદાર સુધારણા કેમ્પો થઈ રહ્યા હોવાનું જણાવીને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ લોકો ઉપસ્થિત રહ્યા
ચૂંટણી અધિકારીએ મહિલાઓને લોકશાહીનાં ઉત્સવ મતદાનનાં મહત્તવને પણ સમજાવ્યું હતું. કારણ કે, ભારતનાં તમામ નાગરિકોને બંધારણમાં મતદાનનો અધિકાર મળેલો છે. તેનો ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રસંગે સંસ્થાનાં ડૉ. લીલાબેન સ્વામી, વાલીબેન પટેલ, મનીષાબેન ઠક્કર, કિશનભાઇ ઠાકર, હેમાબેન મજમુંદાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...