તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ અંત:પાટણ ડિસ્ટ્રીક્ટ કોર્ટના મીડિયેશન સેન્ટરે સાટા પદ્ધતિથી છૂટાછેડા લઈ અલગ થયેલા દંપતીઓને ફરીથી એક કર્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાધનપુરની મહિલાનાં લગ્ન સૂઈગામ થયાં હતાં, બાળકો મેળવવા કોર્ટમાં ગયાં હતાં

પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સમિતિના મિડીએશન સેન્ટર દ્વારા સાટા પદ્ધતિમાં છૂટાછેડા લીધેલા બે દંપતીઓને સમજાવટ કરીને ફરીથી એક કરવામાં સફળતા મળી હતી. આ બંને દંપતીઓએ તેમના છૂટાછેડાના કરાર રદ કર્યા હતા અને ફરીથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ કેસની વિગત એવી છે કે રાધનપુર તાલુકાના જૂનાપોરાણા ગામના મહિલાના લગ્ન સુઈગામ ખાતે સમાજના રિતરિવાજ મુજબ નવ વર્ષ પહેલા સાટા પદ્ધતિમાં થયા હતા.

પરંતુ મહિલા અને તેમના પતિ વચ્ચે મનમેળ ન રહેતાં કાયદેસર રીતે નોટરી દ્વારા છુટાછેડા લેખ કરીને 15 જાન્યુઆરી 2021 ના રોજ છૂટા પડ્યા હતા . જેમાં બંને દામ્પત્ય તૂટ્યાં હતા. મહિલાના બન્ને બાળકો પતિ પાસે રહેતા હોઈ તેમનો કબજો મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજ કરી હતી. જે હાઇકોર્ટ દ્વારા પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મિડીએશન સેન્ટરમાં રિફર કરી હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ ડી.એ. હિંગુ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જજ એમ.આર. ઠક્કર તેમજ એડવોકેટ જયોત્સનાબેન નાથની ખાસ મિડિયેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

જેમાં જ્યોસનાબેન નાથે બંને દંપતીઓને 21 અને 23 ઓગસ્ટે કોર્ટના મિડીએશન સેન્ટરમાં બોલાવી સમજાવટ અને કાઉન્સેલિંગ કરતા બંને દંપતીઓને તેમની ભૂલ સમજાઈ હતી અને ફરીથી એક થવા માટે સમજૂતી પત્ર કર્યો હતો.

બાળકોના હિતમાં છુટાછેડા કરાર રદ કર્યો
એડવોકેટ જયોસનાબેન નાથે જણાવ્યું હતું કે બન્ને દંપતીઓ દ્વારા મીડિયેટરની સમજાવટથી અમારી ભૂલ સમજાતા બાળકોના હિતમાં છુટાછેડાનો કરાર રદ કરવાનો નિર્ણય કરી સમાધાન કરીએ છીએ અને એકબીજા સાથે પુન: લગ્ન જીવન ચાલુ કરી સાથે રહેવા તેમજ લગ્નજીવન આગળ ધપાવવા માટે સાક્ષીઓની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાઈએ છીએ અને એક બીજા સામેના કેસ પાછા ખેંચીએ છીએ તેમ સમજૂતી પત્રમાં લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...