તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્પલાઇન:પાટણ જિલ્લા અદાલત દ્વારા કોરોનાકાળમાં લોકોને તણાવમુક્ત બનાવવા કાઉન્સેલીંગ સેવા શરૂ કરાઈ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાનુની સેવા સત્તા મંડળ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

પાટણ જિલ્લા અદાલતની જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા કોરોના મહામારી ફેલાતી અટકાવવા માટે માર્ગદર્શન તેમજ ડિપ્રેશનથી બચવા માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઈન વ્યક્તિને અંતર્ગત દરરોજ અલગ અલગ અનુભવી કાઉન્સેલરનો તેમનાં સંપર્ક નંબરો પર સંપર્ક કરવાથી સેવાર્થીને તેમની સમસ્યાઓ રજુ કરવાથી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.

વિનામૂલ્ય કાઉન્સેલીંગ સેવા શરૂ
વિનામૂલ્ય કાઉન્સેલીંગ સેવા શરૂ

માનસિક તણાવ અનુભવતા લોકો માટે કાઉન્સેલીંગ જરૂરી
જેમાં રવિવારે મહેશ ઝાલા, સોમવારે પુજા પ્રજાપતિ, મંગળવારે મંજુલા ઠાકોર અને નિલમ મકવાણા, બુધવારે મિત્તલ સાધુ, ગુરુવારે હિરેન સોલંકી, શુક્રવારે દિશા પટેલ અને શનિવારે કાજલ નાઇ દરેકને માર્ગદર્શન આપશે. કાઉન્સેલીંગ સંસ્થાનાં અનુભવી નિષ્ણાત કાઉન્સેલર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનાં ચૂસ્ત પાલન અંગે સાચુ માર્ગદર્શન મળી રહે તે માટે વિનામૂલ્ય કાઉન્સેલીંગ સેવા શરૂ કરવામાં આવી છે.

દવાની સાથે સાથે માનસિક સ્વાથ્ય પણ જરૂરી
કોરોના સંક્રમિત વ્યક્તિને બિમારીમાંથી સાજા થવા માટે દવાની સાથે સાથે માનસિક સ્વાથ્ય પણ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. કોરોના દર્દીઓ પરિવારજનો પણ સંક્રમિતા થવાની ચિંતાને કારણે માનસિક તણાવ અનુભવતા હોય છે. તેવા સમયમાં તેમનું કાઉન્સેલીંગ જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...