હારીજ વાદી વસાહતની પીડિતા:પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગની ટીમે પીડીતાની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજ શહેરના વાદી વસાહત વિસ્તારમાં વાદી સમાજની સગીરાને પ્રેમ કરવા બદલ સમાજની પરંપરા નામે મળેલી આકરી સજાનાં પડઘા જિલ્લા પ્રશાસનની સાથે સાથે રાજકીય પાર્ટીનાં લોકોમાં પડ્યા છે. આ જધન્ય ઘટનાને સૌ કોઈએ શખત શબ્દોમાં વખોડી કાઢી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગતરોજ સમાજની પરંપરા અનુસાર પ્રેમની કઠોર સજા ભોગવનાર પીડિત સગીરાની પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખભાઈ સક્સેના સહિતના કાયૅકરો દ્વારા ધારપુર હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ પીડિતાને સાંત્વના પાઠવી કસુરવારો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વાદી સમાજના આગેવાનો દ્વારા સમાજની પરંપરાનાં નામે નાબાલિક યુવતી ઉપર કરાયેલા અમાનુષી અત્યાચારને શખત શબ્દોમાં વખોડી કાઢી આવી ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા તમામ કસુરવારો સામે પગલાં ભરવા પણ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખભાઈ સક્સેના દ્વારા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...