• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Congress Distributes Free Buttermilk Free Of Cost On The Occasion Of 31st Death Anniversary Of Former Prime Minister Rajiv Gandhi

31મી પૂણ્યતિથિ:ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે પાટણ જિલ્લા કોંગ્રેસે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કર્યું

પાટણએક મહિનો પહેલા
  • સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રોજેકટ થકી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રોજેકટ થકી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તથા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ચોક ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.

1987માં શ્રીલંકા અને તામિલનાડુના પેરૂમ્બુદુર ખાતે સવારે 10 ક્લાકે રાજીવ ગાંધીનું સભા સ્થળે આગમન સમયે એક યુવતી થેનમોઝીડી રાજા રતામએ પોતાના શરીર ઉપર 70 ગ્રામ આર. ડી. એકસ બાંધી ચરણ સ્પર્શ કરી, માનવ બોમ્બ બની વિસ્ફોટ કરતા રાજીવ ગાંધી સાથે લગભગ 2 થી વધુ નાગરીકોની જાનહાની થઈ હતી. વિશ્વમાં સંભવત કોઈ મોટા રાજદ્વારીની માનવ બોંબથી હત્યાનો આ પ્રથમ બનાવ હતો.ત્યારે તે સમયે દેશના કરોડો લોકોએ આંસુભીની આંખે રાજીવજીને અંતિમવિદાય આપી હતી.

21 મી સદીમાં ટેકનોલોજી યુગનો પ્રારંભ કરનાર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં નગરજનો સહિત ગ્રામ્ય વિસ્તારના ગ્રામીણોએ ઠંડી લાશનો લાભ લઇ સાંત્વના મેળવી હતી.

આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ભારતને ટેકનોલોજી સાથે જોડનાર સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે લોકોની આંતરડી ઠારવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર પર કારમી મોંઘવારીને ઘટાડી લોકોને સાંત્વના મળે તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ભરત ભાટીયા, શંકરજી ઠાકોર , અશ્વિન ભાઈ પટેલ, ભૂરાભાઈ સૈયદ, ભરત ઠાકોર સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...