તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Congress Committee Held A Dharna In Front Of The Collectorate Over The Loss Of Lives In The Corona Epidemic.

ધરણા:પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાની મહામારીમાં લોકોને પડતી હાલાકીને લઈ કલેક્ટર કચેરી સામે ધરણા યોજાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલોમાં મેડિકલ-પેરા મેડીકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો તેવી માંગણી કરી
  • કોરોનાના મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોરોનાની મહામારીમાં લોકોને પડતી હાલાકીને લઈ વિવિધ માંગણીઓ તથા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અપર્ણ કરવા આજ રોજ કલેક્ટર કચેરી બહાર ધરણા કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટરની વ્યવસ્થા કરો

પાટણ જિલ્લામાં દિવસે દિવસે 100 થી વધુ કોરોના કેસ આવી રહ્યાં છે. જેને લઈ લોકોને સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહીં મળતાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજયો હતો. ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓની વિવિધ માંગણીઓમાં હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરો, હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરો, હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટરની વ્યવસ્થા કરો, RTPCR ટેસ્ટ માટે કીટ આપો, રેમડેસિવિર તથા અન્ય ઇન્જેક્શન અને દવાઓ વ્યવસ્થા કરો, વેક્સિનેશન કાર્યક્રમ માટે પૂરતા ડોઝની વ્યવસ્થા કરો, હોસ્પિટલોમાં મેડિકલ-પેરા મેડીકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો તેવી માંગણીઓ તથા કોરોનાના મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.

પાટણજિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર જણાવ્યું હતું કે પાટણના PHC,CHC સેન્ટર આજ દિન સુધી બેડ હોય, વેન્ટિલેટર હોય, ઓક્સિજન હોય, કોઈપણ દર્દીને પૂરતી સુવિધા આજદિન સુધી મળી નથી.

તો સત્વરે સુવિધા ઉપલબ્ધ કરાવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, કોર્પોરેટર ભરત ભાઈ ભાટિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, જસવંત ભાઈ ઠક્કર, જયમીન પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...