નોંધણી અભિયાન:પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમી તાલુકાના તારોરા-માંડવી ગામે સદસ્યતા નોંધણી અભિયાન યોજાયું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ કોંગ્રેસ સદસ્યતા નોંધણીનાં ફોર્મ ભર્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સુચના અનુસાર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન તેમજ સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત ગુરૂવારના રોજ પાટણ જિલ્લાનાં સમી તાલુકાના તારોરા-માંડવી ગામે કાર્યક્રમ યોજાયો હતો.

કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ કોંગ્રેસ સદસ્યતાનાં ફોર્મ ભરી આગામી દિવસોમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનાં સમર્થનમા મતદાન કરી ફરી એક વખત પાટણ જિલ્લાની રાધનપુર, પાટણ, સિદ્ધપુર બેઠકો સહિત ચાણસ્માની બેઠક સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટે કટીબદ્ધ બની કર્ય કરવા હાકલ કરી હતી.

આ સદસ્યતા નોંધણી અભિયાન કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી, ઠાકોર,સમી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પસાભાઈ રાઠોડ,મહિલા પ્રમુખ હંસાબેન, ઉપ પ્રમુખ રામસંગજી જાડેજા,જિલ્લા મંત્રી ધનાજી ઠાકોર, સોસીયલ મીડિયાના ધનરાજ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...