પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના એવાલ ગામમા ડેઝર્ટ સફારી રિવ્યૂ અંગેની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજીત આ રીવ્યુ બેઠકમાં કલેક્ટરએ વોચ ટાવર પર પહોચી ઇકો ટુરિઝમ સ્થળનું દૂરબીન વડે નિરીક્ષણ કર્યુ હતું.
જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને આયોજીત આજની બેઠકમાં ડેઝર્ટ સફારી પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીએ એવાલ ગામે નિર્માણ થતા ઇકો ટુરિઝમ સાઈટની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ વોચ ટાવર પર પહોચી ઇકો ટુરિઝમ સ્થળનું દૂરબીન વડે નિરીક્ષણ કર્યુ હતું. કલેકટરએ આ ઈકો ટુરિઝમ સાઈટને વિકસાવવા માટે શું-શું પગલાં લેવા તે વિશેની તલસ્પર્શી ચર્ચા નાયબ વન સંરક્ષક પાટણ સાથે કરી હતી તેમજ જરુરી સલાહ સૂચનો પણ કર્યા હતા.
ડેઝર્ટ સફારી રિવ્યૂ અંગેની સમીક્ષા બેઠકમાં કલેટર સુપ્રિત સિંઘ ગુલાટી, એવાલ ગામના સરપંચ, પ્રાંત અધકારીરાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફીસર ICDS પાટણ, નાયબ વન સંરક્ષકશ્રી પાટણ, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા રાધનપુર, નાયબ નિયામક (વી. જા.) પાટણ, નાયબ નિયામક (અ. જા.) પાટણ, મામલતદાર સાંતલપુર , તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર હાજર રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.