• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District Budget Of Rs. 998 Crore For The Year 2021 22, Provision Of Rs. 493 Crore From Government Grant For Primary Education

બજેટ:પાટણ જિલ્લાનું વર્ષ 2021-22નું રૂ.998 કરોડનું બજેટ, સરકારી ગ્રાન્ટમાંથી રૂ.493 કરોડ પ્રાથમિક શિક્ષણ માટે જોગવાઇ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે રજુ કરવામાં આવ્યું - Divya Bhaskar
પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે રજુ કરવામાં આવ્યું
  • જિલ્લા પંચાયત વિસ્તારના વિવિધ ક્ષેત્રે વિકાસ લક્ષી અંદાજપત્રની જાહેરાત કરવામાં આવી

પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું સુધારેલું અને વર્ષ 2021-22નું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે રજુ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત વિસ્તારના વિવિધ ક્ષેત્રે વિકાસ લક્ષી અંદાજપત્રની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં શુક્રવારે 998,00 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

બજેટમાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વિકાસના કામો માટે રૂા 21 કરોડની જોગવાઈ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રૂા 4 કરોડ, આરોગ્ય ક્ષેત્રે રૂા 14 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂા 5 લાખ, સમાજકલ્યાણ ક્ષેત્રે રૂા 2.50 કરોડ, જાહેર બાંધકામ ક્ષેત્રે રૂા 1 કરોડ, ખેતીવાડી ક્ષેત્રે રૂ 6 લાખ, સિંચાઈ ક્ષેત્રે 38 લાખ તથા પ્રકિર્ણ યોજનાઓ માટે રૂા 6.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટમાં સરકારી ગ્રાન્ટમાંથી પ્રાથમિક શિક્ષણ માટે રૂા 493 કરોડ, આરોગ્ય માટે રૂા 57 કરોડ, પશુપાલન માટે રૂા 8 કરોડ, સમાજકલ્યાણ માટે રૂા 10 કરોડ, જાહેર બાંધકામ માટે રૂા 150 કરોડ, ખેતીવાડી માટે રૂા 3 કરોડ, સિંચાઈ માટે રૂા 7 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે રૂા 46 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...