આયોજન:પાટણ જિલ્લા અને તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ 27 જાન્યુઆરીએ યોજાશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ અને તાલુકા કક્ષાનો 25મી જાન્યુઆરીએ યોજાશે

પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી, પાટણ ખાતે તા.27/01/2022 (ગુરૂવાર) ના રોજ 11.00 કલાકે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન , રજુઆત કરવા માંગતા હોય તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમિાન તા.10/1/2022 સમય 16:00કલાક સુધી કલેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે.

તાલુકા કક્ષાનો " સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.25/1/2022 ને (મંગળવાર)ના રોજ 11:00 કલાકે સંબંધકર્તા કલેક્ટર કચેરી મામલતદાર કચેરી ખાતે યોજાશે. તો સાંતલપુર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર પાટણના અધ્યક્ષપણા હેઠળ, સિધ્ધપુર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી, પાટણના અધ્યક્ષપણા હેઠળ તથા ચાણસ્મા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ પોલીસ અધિક્ષક, પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે.

તેમજ મામલતદાર કચેરી પાટણ (ગ્રામ્ય) અને (શહેર), મામલતદાર કચેરી સરસ્વતી,મામલતદાર કચેરી રાધનપુર, મામલતદાર કચેરી હારીજ, મામલતદાર કચેરી સમી, મામલતદાર કચેરી શંખેશ્વર, ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારઓએ સંબંધકર્તા મામલતદારને તા.10/1/2022 સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે "તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.તેવું જણાવવા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...