તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ઈજારદારોને લાખો રૂપિયાનો દંડ ફટકારતાં પાટણ જિલ્લા પણ ડોર સ્ટેપ ડિલિવરીની કામગીરી બંધ કરાઈ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • રાજ્યનાં અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા ઇજારદારોને ડિલિવરી મુદ્દે લાખો રૂપિયાનો દંડ ફટકારાયો
  • ડોર સ્ટેપ ડિલિવરીની કામગીરી બંધ કરાતાં ગરીબ પરિવારોને મુશ્કેલી ઉભી થશે

રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા ડોર સ્ટેપ ડિલિવરી કરતા ઇજારદારોને ડિલિવરી મુદ્દે લાખો રૂપિયાનો દંડ ફટકારતા પાટણ જિલ્લામાં ડોર સ્ટેપ ડિલિવરીની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની સાથે સાથે પાટણ જિલ્લામાં ડોર સ્ટેપ ડિલિવરી બંધ કરાતાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો સમયસર નહીં પહોંચે જેનાં કારણે ગરીબ પરિવારો ઉપર તેની માઠી અસર પડશે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અનાજ ગોદામોમાંથી રાજ્યના દરેક ગામડા સુધી સસ્તા અનાજની દુકાનોમાં રેશનિંગનો જથ્થો મોકલવા માટે ઇજારદારો એટલે કે કોન્ટ્રકરો કામ કરી રહ્યા છે, પરંતુ પુરવઠા વિભાગ દ્વારા ઓનલાઈનમાં નવી સિસ્ટમ ગોઠવવામા આવી છે. ઇજારદારોને આ અંગે જાણ નથી તેમજ છેવાડાના ગામડાઓ સુધી ડોર સ્ટેપ ડિલિવરી દરમિયાન નેટના પ્રશ્નોને લઈ જીપીએસ સિસ્ટમ કામ કરતી ન હોવાથી ઇજારદારો સામે પેનલ્ટી ઠોકવામા આવતા ઇજારદારોએ મંગળવારથી કામગીરી બંધ કરી છે. જેને લઈ અનાજ વિતરણ સ્થગિત થયું છે.

રાજ્ય ભરના 260થી વધુ ગોદામોના ઈજારદારોને રેશન જથ્થાનું વહન કરતા અને ડોર સ્ટોપ ડિલીવરી કરતા ટાન્સ્પોટઁ કોન્ટાકટરો ને GPS સિસ્ટમને લઈ ને નિગમે લાખો રુપિયાનો દંડ ફટકારતા નિગમ સામે વિરોધ દશાઁવવા રેશન જથ્થો ગોદામમાં લાવવા લઈ જવાની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

ગુજરાતના ઇજારદારોને નિગમે લાખો રુપિયાની પેન્લટી ફટકારતા તેઓએ રાજ્ય ભરના ગોદામોમાં તમામ પ્રકારની કામગીરી બંધ કરીને કામગીરીથી અળગા રહ્યા હતા. જેને લઈ સસ્તા અનાજની દુકાનોમાં આજે અનાજ વિતરણ થયું ન હતું.

પ્રધાનમંત્રીના વિના મુલ્યે અનાજ સહિત રાજ્ય સરકારના રાબેતા મુજબ રેશનકાડઁ ધારકોને વિતરણ કરવામાં આવનાર રેશન જથ્થો જુન માસમા રેશન દુકાનોમાં ના પહોંચાડી શકાતા તે અંગેની જાહેર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...