તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:પાટણ જિલ્લાના વહિવટી અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ત્રીજા તબક્કાની વેક્સિનનો ડોઝ લીધો

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર, ડીડીઓ, ડીએસપી અને પ્રાંત અધિકારીએ રસી મુકાવી

પાટણ જિલ્લાના વહિવટીતંત્રનાં ચાર સ્થંભનાં ઉચ્ચ અધિકારીઓ પાટણ જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાટણનાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે વિગેરેએ આજે પાટણ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે ત્રીજા તબક્કાની કોરોના વેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો હતો.

અગાઉ તા.31.01.2021નાં રોજ પાટણનાં વહિવટીતંત્ર અને 3000 પોલીસ કર્મીઓએ પહેલો ડોઝ લીધો હતો. આજથી સાત દિવસ માટે વેક્સિનનો ત્રીજા તબક્કાનો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. આજે બીજા તબક્કાનાં પ્રથમ દિવસે પાટણ પોલીસનાં કુલે 3000 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, રેવન્ય, પંચાયત ડીપાર્ટમેન્ટનાં કર્મચારીઓ પૈકી 250 જેટલા પોલીસ કર્મચારીઓ, પાટણ તાલુકા આરોગ્ય વિભાગનાં તબીબો અને નર્સીગ સ્ટાફ દ્વારા આપવાનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે ઉપરોક્ત તમામ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહીને વેક્સિન મુકાવી હતી. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું કે, જે રીતે પ્રથમ તબક્કાનું વેક્સિનેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું તે જ રીતે આ બીજો તબક્કો પણ પાર પડી જશે અને અમારા વેક્સીન લેવાનાં કારણે જિલ્લાની જનતા પણ કોઇ ભય કે શંકા રાખ્યા વિના જ રસી મુકાવવા પ્રોત્સાહિત થશે.

અન્ય સમાચારો પણ છે...