• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan District AAP Mahila Morcha President Joins BJP, District President And Former State General Secretary Welcomed Wearing Saffron Scarf

આપ પ્રમુખ ભાજપમાં જોડાયાં:પાટણ જિલ્લા આપ મહિલા મોરચાનાં પ્રમુખ ભાજપમાં જોડાયાં, જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રદેશ મહામંત્રીએ કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યાં

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિંજલબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં
  • પાર્ટીની કાર્યપ્રણાલીથી વાકેફ કરાયાં, પાર્ટીનાં કામમાં લાગી જવા હાકલ કરાઈ

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાની પાર્ટીને મજબુત બનાવવાની કામગીરીમાં પરોવાઈ છે. ત્યારે આજે બુધવારના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ કિંજલબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ઉપસ્થિત ભાજપ આગેવાનો દ્વારા તેમને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડાવા બદલ આવકારવામાં હતા.

કિંજલબેન પ્રજાપતિની સાથે સાથે ભાવનાબેન પ્રજાપતિ પણ ભાજપમાં જોડાયા હોવાથી બંન્ને મહિલાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ આવકારી પાર્ટીની કાર્યપ્રણાલીથી વાકેફ કરી પાર્ટીનાં કામમાં લાગી જવા હાકલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...