સરાહનીય કામગીરી:પાટણ સાઇબર ક્રાઇમે ઓનલાઇન ફ્રોડમાં ગુમાવેલા યુવકના 1 લાખ પાછા અપાવ્યા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાનાં એક યુવાનને ઓનલાઈન ફ્રોકનો ભોગ બન્યા બાદ તેણે આ ફોડ માં ગુમાવેલા રૂા. 1,06,480ની રકમ પાટણ જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસની સાયબર સેલ ટીમ દ્વારા એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ શોપીંગ ફ્રોડ,આર્મીનાં નામે ઓએલએક્સ કે ફેસબુક પર એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ તથા અન્ય સાયબર ક્રાઇમનાં બનાવોમાં સાયબર ક્રાઇમ સેલ ટીમ સતત કાર્યશીલ રહીને આવા બનાવોને ગંભીરતાથી લઇને તાત્કાલિક યોગ્ય પગલાં લઇ ભોગ બનેલા ને નાણાં પરત અપાવવામાં મદદરુપ થાય છે.

આવી એક ઘટનામાં પાટણ પોલીસે એક યુવાન અરજદાર અને ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિને ઇન્સ્ટાગ્રામમાં ‘વર્ક ફ્રોમ હોમ ફ્લીપકાર્ટ' લખેલ એડ આવી હતી. જેથી અરજદારે આ એડમાં લખેલ વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરતાં સામેવાળાએ એક લીંક મોકલી તેમાં એડ કરીને જોબ માટે ટાસ્ક લગત તેમનાં કહેવા મુજબ આ વ્યક્તિ ટાસ્ક પુરા કરતા હતા. જેથી સામેથી ખાતામાં પૈસા જમા થાય છે તેવા ફોટાઓ મોકલીને યુવાન ભોગ બનનારને વિશ્વાસમાં લીધો હતો અને આ એપમાં ઓર્ડર સબમીટ કરાવ્યો હતો ને તેની પાસે પેમેન્ટ કરાવ્યું હતું. ત્યારબાદ આ પૈસા એપ્લીકેશનમાં જોઇ શકાતા હોવા છતાં વિડ્રોઅલ (ઉપડી શકાતા નહોતા) થતા ન હોવાથી ભોગ બનેલાને રૂા. 1,06,480ની ઓનલાઇન છેતરપીંડી થયાનો અહેસાસ થતાં તેઓએ પાટણ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરતાં આ ટીમે સતર્કતા દાખવીને તાત્કાલિક એક્શન લઇને ટેકનીકલ એનાલીસીસનાં આધારે યુવાનનાં ઓનલાઇન ફ્રોડમાં ગયેલા રૂા. 1,06,480ની રકમ તેનાં બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા હતા.

પાટણ સાયબર સેલ દ્વારા ચેતવણી અપાઇ છે કે, પાટણનાં કોઇપણ વ્યક્તિનાં મોબાઇલ ઉપર ટેલીગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર વર્ક ફ્રોમ હોમ, નોકરી, શેરબજારમાં રોકાણ, સસ્તી ચીજવસ્તુઓ કે અન્ય કોઇપણ રીતે લાભ આપવા બાબતે આવતી અલગ અલગ પ્રકારની એડ/ચેનલોથી વિવિધ પ્રકારની લીંક મોકલી અનઓથોરાઇઝ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ખાતામાં પૈસા જમા થાય છે તેવા સ્ક્રીન શોટ મુકીને વિશ્વાસ કેળવીને અલગ અલગ પ્રકારનાં ટ્રાન્જેક્શન કરાવે છે.

આ પૈસા આ એપ્લીકેશનમાં જમા થયેલા જોઇ શકાય છે. પરંતુ તે ઉપાડી શકાતા નથી. જેથી કોઇપણ રીતે નાણાંકીય લાભ આપવા બાબતે કે આવતી કોઇપણ લીંક ક્લિક કરીને બેંક લગત કોઇપણ માહિતી ભરવી નહિં કે એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં. આવા કિસ્સામાં કોઇપણ વ્યક્તિ નાણાંકીય છેતરપીંડીનો ભોગ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...