સરાહનીય કામગીરી:પાટણ સાયબર ક્રાઇમ સેલે ભોગ બનનારાને 1 લાખથી વધુ રુપિયા પરત અપાવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણમાં સાયબર ક્રાઇમને લગતા બનાવો બન્યા હતા. જેમાં ભોગ બનનારા વ્યક્તિઓએ ત્યાંના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતા. ત્યારે સાયબર ક્રાઇમ ટીમે ભોગ બનનારા વ્યક્તિઓના એકાઉન્ટમાં રુપિયા પરત કરાવતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાયબર ક્રાઇમ સેલ ભોગ બનનારાને નાણાં પરત આપવા મદદરુપ
પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોમાં ભોગ બનનારાને મદદરૂપ થવા જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ સાયબર ક્રાઇમ સેલને સુચિત કરાતાં ટીમ દ્વારા આવા બનાવો અટકાવવા અને બનાવોમાં ભોગ બનનારા વ્યક્તિઓને મદદરૂપ બનવા ચક્રો ગતિમાન બનાવ્યા છે. પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ ટીમ સતત કાર્યશીલ રહી આવા બનાવોને ગંભીરતાથી લઇ તાત્કાલિક યોગ્ય પગલા લઇ ભોગ બનનારાને નાણાં પરત અપાવવા મદદરૂપ થાય છે.

ભોગ બનનારા વ્યક્તિઓએ સાયબર ક્રાઇમ સેલ ટીમનો આભાર વ્યક્ત કર્યો
પાટણ જિલ્લામાં ગતરોજ સાયબર ક્રાઇમને લગતા અલગ અલગ બનાવો બન્યા હતા. જેમાં અલગ-અલગ ભોગ બનનારા સાથે કુલ મળી રૂ. 1 લાખ 43 હજાર 988ની ઓનલાઇન છેતરપિંડીનો અહેસાસ થતાં તેઓએ અત્રેના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. જેમાં સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ભોગ બનનારાને મદદરૂપ થઇ ટેક્નિકલ એનાલીસીસના આધારે અલગ-અલગ પ્રકારના વોલેટો તથા ઓનલાઇન પેમેન્ટ ગેટ-વેના સહયોગથી રૂ.40 હજાર રૂ.5 હજાર રૂ.40 હજાર રૂ.10 હજાર અને રૂ. 7 હજાર 789 એમ કુલ મળી રૂ. 1 લાખ 2 હજાર 789 અલગ-અલગ ભોગ બનનારાના એકાઉન્ટમાં પરત કરાવતા ભોગ બનનારા વ્યક્તિઓ દ્વારા પાટણ સાયબર ક્રાઇમ સેલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...