કાર્યવાહી:પાટણ સાયબર સેલે ચોરીના પાંચ મોબાઇલ સાથે ચાર ચોરને ઝડપ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચોરીના 5 મોબાઈલ,છરી,બાઈક સહિત 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છેલ્લા બે મહિનામાં પાંચ મોબાઇલની ચોરી કરનાર ચાર શખ્સોને પાટણ એલસીબી, સાયબર સેલ ની મદદ લઈ અલગ અલગ જગ્યાએથી ચાર શખ્સોને ચોરીના 5 મોબાઈલ કિ .૩૪,૫૦૦, ગુનામાં વપરાયેલ 2 છરી, એક મોટર સાયકલ કિ.રૂ .૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ .1,34,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ચોરીના પાંચ મોબાઇલ સાથે ઝડપી પાડી હતા.

પકડાયેલ આરોપી
(1) દરબાર વિશાલસિંહ ઉર્ફે બેબી રાજુજી રહે.પાટણ શાહવાડો
(2)પ્રજાપતી લાલાભાઇ નાગરભાઇ રહે.પાટણ , સૃષ્ટી એવન્યુ , ખાલકશા પીર રોડ
(3) પરમાર કિરણ ઉર્ફે કાળુ બીપીનભાઇ રહે.પાટણ , જુના ગંજ બજાર , નંદાપરાની ખડકી
(4) રાવળ મયુર ઉર્ફે શક્તી દશરથભાઇ રહે.પાટણ, છિડીયા દરવાજા,અંબે માતાના મંદિર નજીક

ઝડપાયેલા શખ્સોએ 5 ચોરીની કબુલાત કરી
1.ચારેક દિવસ પહેલા વિશાલસિંહ, મયુર, લાલાભાઇ તથા કિરણ રાત્રીના દશેક વાગ્યાના સુમારે કોલેજ રોડ ઉપર એક વ્યક્તિ સાથે તકરાર કરી છરી મારી તેનો મોબાઇલ બળજબરી લઇ લીધાની કબુલાત કરી હતી.
2.નવરાત્રીના આશરે બે દિવસ લાલાભાઇ નાગરભાઇ રાત્રીના આશરે બે વાગ્યાના સુમારે પાટણ સાલ્વીવાડા ખાતે આંગણવાડીના સામે આવેલ એક મકાનમાં પ્રવેશ કરી અંદરથી એક મોબાઇલ તથા રૂ.૪૦૦૦ ચોરી કબુલી છે.
3.વીસેક દિવસ પહેલા વિશાલસિંહ, મયુર , લાલાભાઇ તથા કિરણ રાત્રીના આશરે સાડા અગીયાર વાગ્યાના સુમારે અઘારા દરવાજા બહાર આવેલ પેટ્રોલ પંપ નજીક રોડ પર એક વ્યક્તિ સાથે મારામારી કરી મોબાઇલની બળજબરી લઇ લિધેલની કબુલાત કરેલ છે .
4. બે માસ પહેલા વિશાલસિંહ ગુગંડી તળાવમાં રાત્રીના આશરે આઠ વાગ્યાના સુમારે એક અજાણ્યા માણસ સાથે માચીસ માંગવા બાબતે તકરાર કરી તેને મારામારી કરી બળજબરીથી મોબાઇલ ફોન લઇ લિધેલની કબુલાત કરેલ છે .
5. આશરે પંદરએક દિવસ પહેલા વિશાલસિંહ, મયુર તથા લાલાભાઇ રાત્રીના દશ વાગ્યાના સુમારે ચતુર્ભુજ બાગ પાસે એક બાઈકના થેલામાં પડેલ મોબાઇલની ચોરીની કબુલાત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...