ચેક રિટર્ન કેસનો આરોપી હવે જેલમાં:ઉછીના પૈસા લીધા બાદ સાત વર્ષે આપેલો ચેક પણ બાઉન્સ ગયો, પાટણ કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કેદ સાથે 3.75 લાખની રકમ ફરિયાદીને 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો

પાટણની જ્યુડિસીયલ કોર્ટે ચેક રિર્ટન કેસમાં એક આરોપીને દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂ. 3 લાખ 75 હજારની રકમ ફરિયાદીને 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે

પાટણના જ્યંતિલલા મંછાભાઇ પટેલે દાનસંગ ઠાકોરને 2012માં રૂ. 3.75 લાખની રકમ હાથ ઉછીની આપી હતી. જેના બદલામાં દાનસંગે પોતાની માલિકીની ખેતીની જમીન ફરિયાદીને ખેતી કરવા માટે આપી હતી. ઉછીની લીધેલી રકમ ફરિયાદીને પરત કર્યેથી જમનીનો કબ્જો સોંપવાનો રહેશે તેવી શરત કરી હતી.

આ કરારને 7 વર્ષ થવા છતાં આરોપીએ ફરિયાદીને તેની મુડી આપી નહોતી કે, આ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. બાદમાં ફરિયાદીએ આરોપી પાસે પૈસાની માંગણી કરતાં તેમણે 2019માં ચેક આપેલે જે ચેક ફરિયાદીએ તેમનાં ખાતામાં ભરવાં તે અપૂરતા બેલેન્સનાં કારણે પાછો ફર્યો હતો.

ચેક પરત ફરતાં ફરિયાદીએ તેમનાં વકીલ કે.ડી. મહાજન મારફત નોટીસ આપીને કોર્ટમાં નેગોસિયેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ - 138 મુજબ કેસ દાખલ ર્યો હતો. જે કેસ ચાલી જતાં મેજિસ્ટ્રેટે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને ઉપરોકત સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...