જામની અરજી નામંજૂર:સિદ્ધપુરમાં એટીએસ દ્વારા પકડેલા માદક દ્રવ્ય કેસમાં એક આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે ફગાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14-8-2020ની રાત્રે સિદ્ધપુરમાં એટીએસની ટીમે 14.76 લાખનું મેફાડ્રોન પકડ્યું હતું

સિદ્ધપુર તાલુકાનાં ખળી ચાર રસ્તા હાઇવે ઉપર એક હોટલ નજીક તા. 14-8-2020નાં રોજ મધરાત્રે કારમાં બેઠેલા કેટલાક શખ્સો પાસેથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમે માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો. તે કેસનાં આરોપીઓ પૈકી જેલમાં રહેલા આરોપી સુરેશ રામભાઇ ઠક્કર (રહે. સાંચોર રાજસ્થાન) વાળાએ મુકેલી રેગ્યુલર જામીન અરજી પાટણનાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ડી.એ. હિંગુએ નામંજૂર કરી છે.

એટીએસ પોલીસે ઉપરોક્ત તારીખે માફેડ્રોન માદક પદાર્થનો રૂ. 14 લાખ 76 હજાર 300ની કિંમતનો 147,630 ગ્રામ તથા અફીણનો 488.410 ગ્રામનો કિં. રૂા. 48 હજાર 841ની કિંમતનું અફીણ જપ્ત કર્યુ હતું. ને ઉપરોક્ત આરોપી સહિત ઇમરાન, જગદીશ, ખેમારામ સામે એનડીપીએસનો ગુનો નોંધ્યો હતો અને સિદ્ધપુરના ઇમરાનને ઉપરોક્ત માદક દ્રવ્યનો જથ્થો ડિલીવરી કરવા જતા હતા.

તેઓએ આ જથ્થો સાંચોરનાં પાલડી ગામે રહેતા સુરેશ બિશ્નોઇ પાસેથી આ જથ્થો લાવ્યા હતા. આરોપીએ મુકેલી જામીન અરજીની સુનાવણી હાથ ધરી સરકારી વકીલ એમ.ડી. પંડ્યાની સંચા રજૂઆતો સાંભળીને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...