વિરોધ પ્રદર્શન:પાટણ કૉંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં રસ્તો રોકી સૂત્રોચ્ચાર કર્યા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેંદ્રીય ગૃહ રાજ્યપ્રધાનના પુત્ર સામે કડક કાર્યવાહીની માગ કરી

યુપીના લખીમપુરમાં સરકારના કૃષિ વિધેયકના વિરોધમાં શાંત આંદોલન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ ગાડી ચડાવી દેતા આઠ ખેડૂતોના મોત નિપજ્યા છે. ત્યારે આજે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મૃતકોને આશ્વાસન આપવા જતા તેની અટકાયત કરવામા આવી હતી. જેની કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વખોડી કાઢી હતી.

પાટણ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ કૉંગ્રેસ દ્વારા લખીમપુરની ઘટના અને પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ ના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તો ઉપરોક્ત ઘટનાના વિરોધમાં પાટણ જીલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. અને આ ગુનામાં સંડોવાયેલ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...