બંધનું એલાન:પાટણ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે શનિવારે જિલ્લામાં અડધો દિવસ બંધનું એલાન અપાયું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં આગામી 10 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારથી બપોર સુધી અડધો દિવસ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓ જોડાય અને બંધનું એલાન સફળ રહે માટે કોંગ્રેસ દ્વારા વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવનાર છે.

જિલ્લામાં બંધનું એલાન
જિલ્લા કોંગ્રેસ દ્વારા જુના સર્કિટ હાઉસ ખાતે ગુરૂવારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં 10 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત બંધના એલાન અનુસંધાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બર સવારે 8:00 થી 12:00 વાગ્યા સુધી અડધો દિવસ સરકારના વિરોધમાં પાટણ જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.જેમાં વેપારીઓને નાના-મોટા ધંધા રોજગાર વાળા સ્વેચ્છિક બંધ પાળી બંધના એલાનને સમર્થન આપે તેવું આહવાન કર્યું હતું વેપારીઓ સ્વેચ્છિક બંધમાં જોડાય તે માટે કોંગ્રેસ દ્વારા તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે.તેમજ લોકો પણ સ્વૈચ્છિક બંધમાં જોડાય માટે અપીલ કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખશંકરજી ઠાકોર, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા અશ્વિન પટેલ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...