સમાજના તેજસ્વીતારલાઓ, નિવૃત્ત કમૅચારીઓ, પ્રમોશન મેળવેલ અધીકારીઓનુ અને દાતાઓનુ સન્માન કરાયું..
નવીન વર્ષ 2023 નાં કેલેન્ડર નું વિમોચન પણ કરવામાં આવ્યું..
પાટણ શહેર દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા સમાજ સ્નેહમિલન અને સમાજના તેજસ્વી તારલાઓ, નિવૃત્ત કમૅચારીઓ, પ્રમોશન મેળવેલ અધીકારીઓનો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ સાથે નવા વર્ષના કેલેન્ડરનો વિમોચન પ્રસંગ રવિવારના રોજ સાકાર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમ નાં અધ્યક્ષ સ્થાને ગોસ્વામી ગણપતગીરી અમૃતગીરી,મુખ્ય મહેમાન નરેન્દ્રગીરી ભવાનગીરી,
ગણપતપુરી શંભુપુરી સહિતના સમાજ આગેવાનો એ ઉપસ્થિત રહી સૌને સમાજ સ્નેહમિલન ની શુભકામના પાઠવી સમાજમાં શિક્ષણક્ષેત્રે નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓ ને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો સમાજના નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ને પણ સન્માનિત કરી નિવૃત જીવન ની શુભકામના પાઠવી હતી જ્યારે સમાજના નવનિયુક્ત સરકારી અધીકારીઓ કમૅચારીઓ ને સમાજના કાયૅ માં સહભાગી બનવા અપીલ કરી શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે વર્ષ 2023 નાં કેલેન્ડર નું પણ વિમોચન કરવાની સાથે દાતા પરિવાર ને સન્માનિત કરવામાં આવ્યો હતો.
પાટણ શહેર દસનામ ગોસ્વામી સમાજ પાટણના આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિષ્ણુપુરી દોલતપુરી, મંત્રી આનંદપુરી કૈલાશ પુરી સહિતના કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી હતી.કાયૅક્રમ નું સફળ સંચાલન જગદીશ ગીરી બાબુ ગીરી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સંજય ગીરી ગોવિંદ ગીરી દ્વારા કરવામાં આવ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.