ઉજવણી:પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ભાઈ-બહેનના પવિત્ર પર્વ સમા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડા સહિત એ ડિવિઝન,બી ડિવિઝનનાં પીઆઈ સહિત પોલીસ સ્ટાફને રાખડી બાંધી

ભાઈ બહેનનાં પવિત્ર પર્વ સમા રક્ષાબંધન પર્વની ઉજવણી ગુરૂવારના રોજ ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર મહિલા મોરચાની બહેનો દ્વારા હષૉઉલ્લાસ પૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી.

પાટણ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા પાટણ જિલ્લાની સુરક્ષા કરી રહેલાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પાટણ સીટી એ,ડીવિઝન, બી ડીવિઝન પોલીસ મથકના પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ, પોલીસ સ્ટાફનાં ભાઈઓને કાડે રાખડી બાધી ને તેઓની રક્ષા માટે પ્રાર્થના સાથે મોં મીઠું કરાવ્યું હતું.

ભાઈ બહેનનાં પવિત્ર પર્વ સમા રક્ષાબંધન ના પર્વની ઉજવણી કાર્યક્મમાં પાટણ શહેર ભાજપ મહિલા પાંખનાં પ્રમુખ શશીબેન પટેલ, મહામંત્રી માનસીબેન સહિત પાટણ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સુષ્માબેન, મહામંત્રી હેતલબેન, પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ, મીડિયા-સહ કન્વીનર સંગીતાબેન જોષી, વિજયા બેન બારોટ, હીનાબેન શાહ, જાગૃતિબેન પ્રજાપતિ, જનકબેન ઓઝા સહિત ની બહેનો હાજર રહ્યા હોવાનુ પાટણ જિલ્લા મીડિયા સેલના કન્વીનર જયેશભાઇ દરજીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...