તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:પાટણમાં ભક્તિમય માહોલ વચ્ચે શનિ જયંતી પર્વની ઉજવણી કરાઈ, કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર પરિસર ખાતે યજ્ઞ સહિત મહાપૂજા અભિષેક કરાયો

ધર્મની નગરી પાટણ શહેરમાં તમામ ધાર્મિક ઉત્સવો શાંતિપૂર્વક ઉજવાતા હોય છે. ગુરૂવારના રોજ શનિ જયંતિના પવિત્ર દિવસે પાટણ શહેરના જલારામ મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલી શનિદેવની પ્રતિમા અને શનિ શીલાની પૂજા વિધિ સહિત મહાઅભિષેક સાથે મંદિર પરિસરમાં શનિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.

શનિદેવના આ યજ્ઞમાં યજમાન પદે હંસાબેન જગદિશભાઈ ઠક્કરના પરિવારે લ્હાવો લીધો હતો. જ્યારે યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જલારામ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલ અને હિરેન મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

શનિ જયંતિના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતાએ કોરોનાની ગાઈડલાઈન સાથે ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તો પાટણ શહેર નજીક આવેલા અનાવાડાના શનિદેવધામ મંદિર પરિસર ખાતે પણ શનિદેવની જન્મ જયંતી પર્વની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલી શનિદેવની પ્રતિમાની પૂજા વિધિ સાથે શનિ શીલાને પંચામૃત અભિષેક કરાયો હતો. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શનેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શનિ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...