જન ઔષધિ દિવસ:પાટણમાં "જન ઔષધિ સસ્તી પણ - સારી પણ" થીમ પર ઉજવણી કરવામાં આવી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અઘ્યક્ષસ્થાને એ.પી.એમ.સી. હોલ, પાટણ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન ઔષધિ દિવસ નિમિત્તે સારી કામગીરી કરનાર જન ઔષધિ કેંદ્રના સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું અને સંચાલકોએ પોતાનાં અનુભવ વ્યક્ત કર્યાં હતાં.

"જન ઔષધિ સસ્તી પણ - સારી પણ" થીમ સાથે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય ખાતા દ્વારા જન ઔષધિ કેન્દ્રના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલની મુલાકાત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી તથા આવેલ લાભાર્થીઓ તથા મહેમાનોએ મુલાકાત લીધી હતી.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર યોજના વર્ષ 2008મા ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી. દેશના 734 જિલ્લામાં કુલ 9180 જન ઔષધિના કેન્દ્ર ખોલવામા આવ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં કુલ 18 કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતા 50% થી 90% ઓછી કિમતે નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. જેના દ્વારા નાગરિકોના લગભગ 4800 કરોડ રૂપિયાની બચત થવા પામી છે. ગુણવત્તાયુક્ત, સસ્તી અને સામાન્ય દવાઓ પૂરી પાડવા ઉપરાંત દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીના સ્ત્રોત પૂરા પાડે છે.

આ કેન્દ્રોની મદદથી જનતાને દવા 50 થી 90% દવાઓ સસ્તી મળે છે તથા જનતાની 4800 કરોડ રૂપિયાની બચત થઈ છે. જન ઔષધિ દિવસ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી, નગર પાલિકા પ્રમુખશ્રી સ્મિતાબેન, આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી ઠાકોર, ડેપ્યુટી ક્લેક્ટર , જિલ્લા આરોગ્ય અધિકારી , ડોક્ટર્સ, જન ઔષધિ કેન્દ્રના સંચાલકો , લાભાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...