શ્રદ્ધાંજલિ:પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રનાં સંચાલિકા નિલમ દીદીના માતા બાબાની ગોદમાં સમાતા શ્રદ્ધા સુમન સમર્પિત કરાયાં

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વ.ની બેસણામાં મોટી સંખ્યામાં બ્રહ્મા કુમારી- કુમારોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી નીલમ દીદીના લૌકિક માતા પુષ્પાબેન ઈશ્વરચંદ્ર મિતલ (ઉ.વ.90) તા.22 ઓગસ્ટનાં રોજ બાબાની ગોદમાં જતા તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મા કુમારી પરિવારનાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિલસોજી વ્યક્ત
બાબાની ગોદમાં ગયેલા પુષ્પાબેનનાં આત્માની શાંતિ માટે ગુરૂવારના પવિત્ર દિવસે સવારે 10થી 12નાં સમય દરમિયાન શ્રદ્ધાંજલિ(બેસણું) પાટણ ઉંઝા હાઈવે પર આવેલા દિવ્ય દર્શન, બ્રહ્માકુમારી સેન્ટર,નર્મદા પેટ્રોલ પંપ ની સામે આયોજિત કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ પ્રસંગે ઉતર ગુજરાતનાં વિવિધ શહેરોના બ્રહ્મા કુમારી સેવા કેન્દ્રનાં સંચાલિકા દીદીઓ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, ગાંધીનગર પ્રભારી મોહનભાઈ પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો, સેવાકીય સંસ્થાઓનાં પ્રતિનિધીઓ, વેપારીઓ, ડોક્ટરો, વકિલો, પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં બ્રહ્મા કુમારી-કુમારોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાં સુમન સમર્પિત કરી પરમ કૃપાળુ પરમાત્મા શિવબાબને પ્રાથૅના કરી નિલમ દીદી સહિત પાટણ બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...