પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય શિક્ષણ ની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે વિધાલયમાં ચાલતી સ્કાઉટ ગાઈડ ની પ્રવુતિ દ્રારા બાળકોમાં જીવન મૂલ્યોના પાઠ શીખવાની શક્તિ પ્રાપ્ત થાય તે હેતુ દરેક બાળક દરેક પરિસ્થિતિમાં પોતાના જીવન ઘડતરમાં ટકી રહે તે માટે સતત પ્રયત્ન કરે છે. ત્યારે ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્રારા ભારત દેશના દરેક રાજ્યમાં ચાલતી સ્કાઉટ ગાઈડના વિધાર્થીઓ ની 18 મી નેશનલ જાંબોરી રાજેસ્થાન ના પાલી શહેરમાં આયોજિત કરવામાં આવેલ તેમાં 8 દિવસ સુધી વિધાર્થીઓએ પ્રતિનિધિત્વ કરી દરેક પ્રવુતિમાં અગ્રેસર રહી વિજેતા થયેલ તેમાં પસંદગી પામેલ હની દિનેશભાઇ પ્રજાપતિ, મહેમા રાકેશભાઈ પ્રજાપતિ, જૈની નીતિનભાઈ પટેલ, ધેર્ય સંદીપભાઈ, રિષભ વામનભાઈ દરજી વિજેતા થયા. આ બાળકો ને તૈયાર કરનાર મુકેશભાઈ હીરવાણીયા, નિમીષાબેન ચૌધરી, પિન્કીબેન પ્રજાપતિ દ્રારા પ્રાથમિક અને માધ્યમિકના બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને ડૉ બી આર દેસાઈ દ્રારા અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.