દોઢ કરોડનું દાન:પાટણની બી.ડી. સાર્વજનિક વિધાલયને દાતા ટી.ડી પટેલ તરફથી એક કરોડ એકાવન લાખની રકમ દાનમાં અપાઇ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જૈન મંડળ સંચાલિતબી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી સને 1959 માં અભ્યાસ કરેલ શ્રી ત્રિભુવનભાઈ ડી પટેલ એ માતૃસંસ્થા નું ઋણ અદા કરવા નવીન એન એસ સુરમ્ય પ્રાથમિક શાળાના ભવ્ય આધુનિક ભવન બનાવવા માટે એક કરોડ એકાવન લાખ નું દાન અર્પણ કરેલ ત્યારે આ સત્કાર સમારંભ માનનીય પ્રમુખ દાનેશભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

દાતાને તિલક,પુષ્પગુચ્છ, સાલ, મોમેન્ટ અને શ્રીફળ થી સત્કારવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ જે શાહ એ પ્રાથમિક શાળાના નવીન ભવન સ્કીમ (પ્રોજેક્ટ )પાંચ કરોડ ની લોંન્ચ કરી હતી આ વિવિધ સ્કિમોમાં જોડાવા દાતાઓ ને નમ્ર અપીલ કરી હતી. આ વિનંતીને સ્વીકારી પ્રમુખ દાનેશભાઈ શાહ તરફ સત્તર લાખ રૂપિયા થી જાહેર કરવામાં આવી હતી.

દાનેશભાઈ શાહ જણાવ્યું હતું કે, પાટણ નગરની સેવા કરવા નો અનેરો ઉત્સાહ દરેક શ્રેષ્ઠિઓ છે.આ આપણી માતૃસંસ્થાની સેવા દરેક ભૂતપૂર્વ વિધાર્થીઓ અને દાતાઓ ની ફરજ સમજીએ સહુ દાતાઓ ને આવકારીએ આ તકે ત્રિભુવનભાઈ પટેલ જણાવેલ તે સમયના મારા ગુરુજન વૈધ , સુલે , શાહ સાહેબ ને યાદ કરી મને જે આ શાળાએ આપ્યું છે તે મારા જીવનમાં ક્યારેય નહિ ભૂલી શકુ તે સમય બોર્ડ પરીક્ષામાં પ્રથમ આવેલ અને વડોદરા શિક્ષણ માટે ગયો તે સમય સ્કૂલ ના પ્રવાસ થી વડોદરા શિક્ષણ માટે નો નિર્ણય લીધો આજે કુદરત ની મહેરબાની થી સમગ્ર મારા કુટુંબીજનો સાથે અહીંયા ઉપસ્થિત રહી મને સેવાની તક આપી તે બદલ આભાર વ્યક્ત કરું છું.

દાતાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત પ્રમુખ દાનેશભાઈ શાહ, દાતા ત્રિભુવનભાઈ પટેલ ઉપપ્રમુખ જનકભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, હેમન્તભાઈ શાહ,માનદમંત્રી ભરતભાઈ શાહ ટ્રસ્ટી દીપકભાઈ શાહ વિધાલય સમિતિ સભ્ય નીખિલભાઈ શાહ, જીગ્નેશભાઈ શાહ દાતાના પુત્ર હેમન્તભાઈ પટેલ સ્થાનિક સમિતિ પાટણ સભ્યગણ, વિધાલય પરિવાર ઉપસ્થિત રહેલ,ડૉ બી આર દેસાઈ એ જણાવેલ કે દાનેશભાઈ શાહ જેવા પ્રમુખ મળ્યા છે ત્યારે પાટણના દરેક સમાજની સામાજિક સેવા કરવા શિક્ષણ થકી,આરોગ્ય થકી,ધાર્મિક દરેક બાબતે અગ્રેસર રહ્યા છે આવો સહુ સાથે મળી પવિત્ર ભૂમિ પાટણ નગર ની શિક્ષણ થકી સાચા અર્થમાં સેવા કરીએ આ તકે તમામ ને આવકારી હર્ષ અનુભવું છું.

અન્ય સમાચારો પણ છે...