પાટણ શહેરના આનંદ સરોવર નજીક નગરપાલિકાની જગ્યામાં હંગામી ધોરણે શિયાળાની ઋતુમાં ગરમ કાપડનું બજાર સહિત કાપડ ઊભું કરવામાં આવ્યું છે જાય કાપડના બજારમાં દિવસ દરમિયાન હજારો લોકો ગરમ વસ્ત્રોની અને કાપડ ની ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે ભીડનો લાભ લઈને કેટલાક હાથનો કસબ અજમાવનારાઓ પણ અવારનવાર પોતાનો કસબ અજમાવી ખરીદી અર્થે આવતા લોકોના ખિસ્સા હળવા કરતા હોવાના બનાવો પ્રકાશ મા આવી રહ્યા છે.
ત્યારે આવો જ એક કિસ્સો ગુરુવારના રોજ સંખારી ગામની એક મહિલા આ કાપડ બજાર માં કાપડની ખરીદી કરવા માટે આવી હતી ત્યારે ખરીદીના બહાને આવેલા ખિસ્સા કાતરુઓએ સિપતપૂર્વક રીતે મહિલાના પર્સને બ્લેડ વડે ચેકો મારીને પર્સમાં રહેલી રોકડ રકમરૂ 2100 ની સેરવી પલાયન થઈ ગયા હતા જ્યારે આ બાબતે નું ધ્યાન ગરમ વસ્ત્રો ની ખરીદી કરી પૈસા ચુકવવા મહિલા એ પોતાના પસૅ ને ખોલતાં ધ્યાનમાં આવતાં મહિલા વિમાસણમાં મુકાઇગઈ હતી અને આજુબાજુના લોકોને આ બાબતે અવગત કર્યા હતા. પાટણ શહેરના આનંદ સરોવર નજીક ભરાતા ગરમ કપડાં બજારોનાં વેપારીઓ અને કાપડ બાજર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો આવી ધટનાઓ બનતા અટકે તેમ હોવાનું લોકો ઈચ્છી રહ્યા છે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.