બિન કાયદેસર સ્ટોપેજ:પાટણ- અમદાવાદ બસ મહેસાણા પાસે 15 મિનિટ ઉભી રાખતાં રોષ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસો દ્વારા હાઇવે સ્થિત હોટલો ઉપર બિન કાયદેસર રીતે સ્ટોપેજ કરાય છે

પાટણ થી અમદાવાદ વચ્ચે અવરજવર કરતી એસટી બસો દ્વારા હાઇવે સ્થિત હોટલો ઉપર બિન કાયદેસર રીતે સ્ટોપેજ કરતા હોવાથી મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે .રવિવારે મહેસાણા નજીક અલોડા હોટલ ઉપર 15 મિનિટ બસ ઉભી રાખતા ડ્રાઇવર કંડક્ટર અને મુસાફરો વચ્ચે બોલાચાલી થઈ હતી.

રવિવારે પાટણથી અમદાવાદ એસટી બસ પરત ફરતી વખતે મહેસાણા નજીક અલોડા હોટલ ઉપર 15 મિનિટ સુધી ઉભી રહેતા મુસાફરો કંટાળી ગયા હતા અને ખાસ કરીને સાંજનો સમય હોવાથી આગળના બસ જોડાણ કે પેસેન્જર વાહન જોડાણ મેળવવાના હોય તેવા મુસાફરો ચિંતામાં મુકાયા હતા અને બસના ડ્રાઇવર કંડકટર સાથે બોલાચાલી અને વાદવિવાદ થયા હતા.ખાસી દલીલ બાજી પછી એસટી બસ ઉપડતાં સૌએ રાહતનો લીધો હતો.

હાઇવે હોટલ ઉપર એસટી બસો ઉભી રાખવામાં આવતી હોવાના કારણે અગાઉ ઘણી વખત વિવાદ થતાં એસટી તંત્ર દ્વારા બિનજરૂરી સમય ન વેડફાય અને મુસાફરોને અનુકૂળતા રહે તે માટે હવે બધી હોટલો ઉપર એસટી બસો ઊભી ન રાખતા વિભાગીય કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા સ્થળે જ હોલ્ડ કરી શકાય છે.જે ભોજન માટે વધુમાં વધુ 15 થી 20 મિનીટ સુધી કરી શકાય છે તેમ એસટી ડેપોના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...