તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Partial Lockdown And Public Awareness Have Reduced The Incidence Of Corona In Patan, With 73 New Cases Reported In The District Today.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આંશિક લોકડાઉન અને લોકોની જાગૃતિને કારણે પાટણમાં કોરોના સંક્રમણ ઘટ્યું, આજે જિલ્લામાં નવા 73 કેસ નોંધાયા

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
 • જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એકાએક ઘટતા લોકોમાં હાશકારો
 • જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આકડો આઠ હજારને પાર થયો

પાટણ જિલ્લામાં જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલા લોકડાઉન અને જિલ્લાવાસીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા છેલ્લા ત્રણ દિવસથી પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લામાં કોરોનાના કુલ 73 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા હોય જેને લઈ લોકોમાં થોડી રાહત થઈ હતી. તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો આઠ હજાર 844 ઉપર પહોંચ્યો છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસ ના દિનપ્રતિદિન સંક્રમણના કારણે કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યા હતા. તો કોરોનાની સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલા લોકડાઉન તેમજ જિલ્લા વાસીઓ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં મહંદ અંશે ઘટાડો નોંધાયો છે.

મંગળવારે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ નવા 73 કેસ નોંધાયા હતા .જેમાં પાટણમાં 24, સરસ્વતીમાં ચાર, રાધનપુરમાં 14, ,સિધ્ધપુરમાં આઠ, ચાણસ્મામાં નવ, સાંતલપુરમાં નવ, સમીમાં બે, હારીજમાં બે અને શંખેશ્વરમાં એક મળી જિલ્લામાં કુલ નવા 73 કેસ નોંધાયા છે. તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આકડો આઠ હજાર 844 ઉપર પહોંચ્યો છે. કોરોનાના પેન્ડિગ સેમ્પલ 454 અને હોસ્પિટલમાં દાખલ 316 દાખલ છે જ્યારે હોમ એસોલેશન 1244 દર્દી છે.

એકસાથે 170 દર્દીઓ સ્વસ્થ થયા
જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કેસ કરતા વધુ સંક્રમિત દર્દીઓ કોરોના માંથી મુક્ત થઇ રહ્યા છે.ત્યારે મંગળવારે જિલ્લામાં એકસાથે 170 દર્દીઓ સ્વસ્થ થતા હોમ ક્વોરેન્ટાઇન તેમજ હોસ્પિટલ માંથી છુટકારો મળ્યો હતો.

હવે સમય પીક ડાઉન તરફ છે
પાટણના ખાનગી તબીબ ડોક્ટર સંદીપ પટેલે જણાવ્યું કે જિલ્લામાં જુના ગામોમાં નવા કેસ બંધ થયા છે હાલમાં જે કેસ આવી રહ્યા છે તે નવા ગામડાઓના છે અઠવાડિયા અગાઉ અમારી ઓપીડીમાં થી 20 કેસ ધારપુર રીફર કરવા પડતા હતા આજે એકાદ-બે દર્દી એવા જણાય છે. વાસ્તવમાં ૧૫થી ૩૦ એપ્રિલ સુધી ક્રિટીકલ પિરિયડ કોરોના પિક નો હતો જે પૂરો થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો