પરિવર્તન સંકલ્પ સંમેલન:અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં 'પરિવર્તન સંકલ્પ સંમેલન' યોજાશે, પાટણ ધારાસભ્યેએ માહિતી આપી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વફાદાર સૈનિકોને બુથ યોદ્ધાઓની જવાબદારી સોપાશે: ડો કિરીટ પટેલ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પાર્ટીઓની ગતિવિધિ તેજ બનવા પામી છે. ત્યારે આગામી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોય જે આયોજનને સફળ બનાવવા અને મોટી સંખ્યામાં લોકો પરિવર્તન સંકલ્પ સંમેલનમાં જોડાઈ તે માટે શનિવારના રોજ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પરિવર્તન સંકલ્પ સંમેલનની માહિતી આપી હતી.

ચૂંટણીનું પ્લાનિંગ
અમદાવાદ ખાતે આયોજિત કરાયેલ પરિવર્તન સંકલ્પ સંમેલન માહિતી આપતા પાટણના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગત માસમાં એઆઈસીસી દ્વારા ઉદયપુર ખાતે યોજાયેલી નવસંકલ્પ શિબિરના મંડલ અને સેક્ટર કક્ષા સુધીની રચના, મતદારો અને પક્ષના કાયૅકરો વચ્ચે સેતુ એટલે બુથ યોદ્ધાઓ અને બુથ યોદ્ધાઓ દ્વારા જ આગામી વિધાનસભાની ચૂંટણીનું પ્લાનિંગ કરી પરિણામ લક્ષી લક્ષ્ય ને પહોંચી વળાશે.

દરેક બુથ દીઠ બે બુથ યોદ્ધાઓની પસંદગી કરાશે
કોંગ્રેસની સરકાર જનતાની સરકાર માટે સૌથી અગત્યની પરિણામ લક્ષી કામગીરીની જવાબદારી બુથ યોદ્ધાઓની બની રહેશે પક્ષની વિચારધારાને વરેલા વફાદાર સૈનિકો સ્થાનિક પરિસ્થિતિના જાણકારો તેમજ મતદાર યાદીમાં ડુપ્લીકેટ મતદારો ખોટા નામોની તારવણી ખૂબ જ મહત્વનું કામ હોય છે પક્ષની વિચારધારા અને પક્ષના ઉમેદવાર બાબતનું જરૂરી સાહિત્ય અને માહિતી ચૂંટણી દરમિયાન સમયસર મળે પક્ષના કાર્યક્રમો બેઠકોમાં મતદારોની સહભાગિતા થાય પક્ષ તરફથી માહોલ બનાવવા માટે અગત્યનું ચાલક બળ બુદ્ધિ યોદ્ધા બની રહે અને કોંગ્રેસ પક્ષમાં માનનારા મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરાવે તેની જવાબદારી પણ બુથ યોદ્ધાઓને સોંપવાની સાથે પરિણામ લક્ષી ચૂંટણી લડવા બુથ યોદ્ધાએ આજની તાથી જરૂરિયાત હોવાનો જણાવી મજબૂત જુસ્સાને મક્કમ મનોબળ ધરાવતા સંયોજક શક્તિ અને પુણ્યનો ઉપયોગ કરી દરેક બુથ દીઠ બે બુથ યોદ્ધાઓની પસંદગી કરી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ આ પરિવર્તન સંકલ્પ સંમેલનમાં તૈયાર કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું.

મારું બુથ મારુ ગૌરવ
અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પાંચ સપ્ટેમ્બરને સોમવારના રોજ સવારે 11:00 કલાકે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાના કાર્યકર સંમેલન મારું બુથ મારુ ગૌરવ અને બુથ ડીટના કાર્યકર્તાઓને પરિવર્તન સંકલ્પ સંમેલન બાદ પ્રદેશ ઇલેક્શન કમિટી તેમજ સ્ક્રિનિંગ કમિટી ની તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનો માપદંડ નક્કી કરવા માટેની મીટીંગ નું પણ સાંજે 6:00 કલાકે આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણના ધારાસભ્ય એ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...