ત્રાસ:પાટણના મુખાતવાડામાં રહેતી પરિણીતાએ સાસરીયાંના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને સાસરીયાં સાસરે આવવાની ના પાડી શારિરીક માનસીક ત્રાસ આપતા હતા ભાઈએ સાસરીપક્ષના 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

પાટણ શહેરનાં મુખાતવાડામાં રહેતી અને એક મોજાનાં કારખાનામાં કામ કરતી પરિણીતાએ તેનાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને તારીખ 15ના રોજ ઝેરી દવા ગટગટાવી હતી. જેથી તે બે ભાન થઇ જતાં તેને સારવાર માટે પાટણની ધારપુર સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યા સારવાર દરમિયાન આજે રવિવારે તેનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઇએ તેની બહેનનાં મોત અંગે તેના હિંમતનગર સાસરીપક્ષનાં લોકોને જવાબદારી ઠેરવી બેનને આત્મહત્યા કરવા માટે દુષ્મરણ કરવાનો આક્ષેપ કરતી ફરિયાદ પાટણ એ -ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે.

દુપ્રેરણ કરી મરવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ

પાટણના રાજકાવાડા - રામની શેરી , જુની જનતા હોસ્પીટલ સામે રહેતા મહોંમદ ઇમરાન રસુલમીયાં સૈયદે તેની બહેન નફિસાખાતુનનાં હિંમતનગર ખાતે રહેતા સાસરીપક્ષનાં 6 લોકો સામે આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી. તેની બહેનને તેનાં સાસરી પક્ષનાં લોકોએ શારિરીક માનસિક ત્રાસ આપી મહેણાં ટોણાં મારીને અમારે તું જોઇતી નથી જ્યારથી તુ આવી છે ત્યારથી અમારો છોકરો ઘર છોડીને ભાગી ગયો છે, તેમ કહીને અવારનવાર શારિરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. તેમજ મરવા માટેનું દુપ્રેરણ કરી મરવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ કર્યો હતો.

ભરણપોષણ માટે સાસરીયાં કોઇ મદદ કરતા ન હોતાફરિયાદમાં આક્ષેપ સાથે જણાવાયું છે કે, નફીસાખાતુનનાં પતિ મોહસીન શેખા પાંચ સાત વર્ષ અગાઉ પત્નિ નફિસાબેનને એકલા મુકીને ગલ્ફમાં પૈસા કમાવા માટે ગયો હતો. તેમની બહેનને તેનાં પતિ કે સાસરીયાં કોઇ મદદ કરતા નહોતા તેનાં ભાઇ અને પાટણમાં રહેતા પિયરીયાંઓએ બહેનની આપવીતી સાંભળીને તેને પાટણ લાવ્યાં હતા અને તેને મુખાતવાડામાં એક મકાન ભાડે અપાવ્યું હતું. જ્યા નફીસાબેન એક મોજાનાં કારખાનામાં કામ કરતાં હતા. પણ તેનાં ભરણપોષણ માટે તેનાં સાસરીયાં કોઇ મદદ કરતા નહોતા.

કેસ પાછો ખેંચવા આપતા હતા ધમકીનફીસાબેને તેનાં સાસરીયાં સાથે હિંમતનગરમાં ફરિયાદ કરતાં તે પાછી ખેંચી લેવા દબાણ કરતા ને કહેતાં કે, હવે પછી હિંમતનગર આવીશ તો જાનથી મારી નાંખીશું. કેસ પાછો ખેંચી લેજે તેવી ધમકીઓ આપી હતી. જેથી નફીસાબેને ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જતાં તેનું મોત નિપજ્યું હતું. જે અંગે પોલીસે આઇ.પી.સી. 306 , 498( ક ) , 323, 294 ( બી ) મુજબ સાસરીયાં સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...