બે વર્ષ બાદ મેળો ભરાશે:પાટણમાં લાભ પાંચમે પારેવીયા વીરદાદાનો મેળો ભરાશે, મંદિર ટ્રસ્ટે દર્શનની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નજીક આવેલા પારેવિયા વીર દાદાના મંદિરે કારતક સુદ લાભ પાંચમના દિવસે ભવ્ય મેળો ભરાશે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી દાદાનો મેળો ભરાતો ન હતો જોકે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા દાદાના મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તોને મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો
દીવાળીના પાંચ દિવસ બાદ લોકો ધંધા રોજગારનો શુભારંભ લાભ પાંચમથી કરે છે. ત્યારે પાટણની અઢારે આલમના લોકો પારેવિયા વીર દાદાના લાભ પાંચમના દર્શન કરી ધંધાનું શુભ મુહૂર્ત કરે છે. પારવિયા વીરદાદા મંદિર ટ્રસ્ટના કાનજી પટેલે જણાવ્યું હતું કે, તારીખ 29-10-2022ના રોજ કારતક સુદ પાંચમના ભવ્ય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ ભક્તોએ મેળાનો તથા દર્શનનો લાભ લેવા મંદિર ટ્રસ્ટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...