તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કુંવારદના ગુમ યુવાનની ભાળ ન મળતાં માતા-પિતા જિલ્લા કલેક્ટરના શરણે

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન વાઘેલ ગામે બહેનના ઘરે પૈસા લેવા ગયો હતો
  • યુવાનને કેટલાક શખ્સોએ ગોંધી રાખ્યાની આશંકા સાથે તપાસ કરવા માંગ

સમીના કુંવારદ ગામનો 25 વર્ષીય યુવક દિવાળીના દિવસે બહેનના ઘરે પૈસા લેવા ગયા બાદ આજદિન સુધી પરત ન મળતાં કેટલાક ઈસમોએ તેને ગોંધી રાખેલ હોવાની આશંકા વ્યક્ત કરી પુત્રને શોધી પરત લાવી આપવા માતા પિતા દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.

સમીના કુંવારદ ગામે રહેતા માવજીભાઈ વીરચંદભાઈનો 25 વર્ષીય પુત્ર વિષ્ણુ દિવાળીના દિવસે વાઘેલ ગામે બહેનના ઘરે પૈસા લેવા ગયા બાદ મોડી રાત્રે કેટલાક ઇસમોનો તેને પકડી રાખ્યો હોઈ તેને છોડાવવા માટે સવારે આવવા માટે ફોનથી જાણ કરી હતી. સવારે પિતા દ્વારા સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા એ ગામમાં જતા પુત્ર મળી આવ્યો ન હતો. આજદિન સુધી પુત્રની કોઈ ભાળ મળી ન હોઈ 25 નવેમ્બરના રોજ આ બાબતે પોલીસને રજુઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોઈ પુત્રનો જીવ જોખમમાં હોઈ શંકાસ્પદ 7 વ્યક્તિઓના નામ આપી તેમને પુત્રને ગોંધી રાખ્યો હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ દ્વારા તેમના પુત્રની શોધખોળ કરી બચાવી લેવામાં આવે તેવી માંગ સાથે શુક્રવારે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...