પાટણના બાલીસણા ગામે બેંક ઓફ બરોડામાં 700થી વધુ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારમાંથી મળતી શિષ્યવૃત્તિ માટે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે આ તમામ બેન્ક એકાઉન્ટ પુન:શરૂ કરવા માટે પાટણ તાલુકા પંચાયતના ન્યાય સામાજિક સમિતિના ચેરમેન નરેશ પરમારે પીએમઓ ઓફિસમાં અને બેંક ઓફ બરોડાના કમ્પ્લેન વિભાગમાં ઓનલાઇન રજૂઆત કરી હતી.
બાલીસણા ગામના વિદ્યાર્થીના વાલી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે તેમનો દીકરો હાલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેણે ધોરણ 8માં એમએમએસની પરીક્ષા પાસ કરેલી હોવાથી તેની સ્કોલરશીપ અને સરકારમાંથી મળતી શિષ્યવૃત્તિ માટે બેંક ઓફ બરોડાના ખાતાના એકાઉન્ટ નંબર આપવામાં આવેલો છે અને બેંકે વિદ્યાર્થીનું તે ખાતું બંધ કરી દીધું છે. જેના કારણે શિષ્યવૃતિ અટવાઈ રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. અને બેંક નવું એકાઉન્ટ ખોલાવવાનું કહે છે.
બેંકમાં ચોપડીઓ ફાડીને કચરાપેટીમાં નાખી દે છે
શેઠ સીવી વિદ્યાલય બાલીસણાના આચાર્ય પ્રણવભાઈ પટેલે જણાવ્યું હતું કે બેંકમાં વિદ્યાર્થીઓના એકાઉન્ટ બંધ થયા હોવાની 15થી 20 વાલીઓની ફરિયાદ મળી છે. વાલીઓ પાસબુક લઈને બેંકમાં જાય ત્યારે તેમની પાસબુક ફાડીને કચરાપેટીમાં ફેંકી દે છે અને નવું એકાઉન્ટ કોલ આવવાનું કહે છે તેવી પણ ફરિયાદ મળી છે.
એકાઉન્ટ બંધ ન થયા હોવાનું બેંકનું રટણ
બાલીસણા બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર ગુપ્તાએ જણાવ્યું હતું કે કોઈ બેંક એકાઉન્ટ બંધ થયા નથી, કદાચ કોઈ KYC ના કારણે બંધ થયા હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.