તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:પાટણ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સાદગીપૂર્ણ રીતે પરશુરામ જ્યંતીની ઉજવણી કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન અને કોરોનાની ગાઈડલાઈન મુજબ પૂજા વિધિ કરાઈ

ધર્મની નગરી પાટણ શહેરમાં તમામ ધાર્મિક ઉત્સવોની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈને મોટા ભાગના ધાર્મિક મંદિરો સોશિયલ ડિસ્ટન સાથે અને કોરોનાની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં પાટણ સિદ્ધનાથમહાદેવ મંદિર ખાતે સાદગીપૂર્ણ રીતે પરશુરામ જ્યંતીની ઉજવણી કરાઈ છે.

ભક્તજનો દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી

અખાત્રીજના પવિત્ર દિવસે ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી પર્વની પણ ભક્તજનો દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે પૂજારી આતુભાઈ મહારાજના સાનિધ્યમાં ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે અને સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

અખાત્રીજના પવિત્ર દિવસે કોઈપણ મુહૂર્ત શુભ ગણાય છે

પરશુરામ જયંતિનો મહિમા વર્ણવતા સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આતુ મહારાજે જણાવ્યું હતું કે ભગવાન પરશુરામએ વિષ્ણુના દસ અવતાર પૈકી છઠ્ઠો અવતાર છે. ભગવાન પરશુરામજીએ માનવ કલ્યાણ માટે શસ્ત્રનો ઉપયોગ કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો આજના અખાત્રીજના પવિત્ર દિવસે કોઈપણ મુહૂર્ત શુભ ગણાય છે અને જેને લઇને ખેડૂતો પણ આજના પવિત્ર દિવસે પોતાના ખેતીની શુભ શરૂઆત કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતી પર્વની સાદગીપૂર્ણ અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરી ભક્તો ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...