તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથકો પર પેરામિલીટરી ફોર્સ મુકાશે

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પોલીસ વડા અક્ષયરામજ મકવાણાએ સંવેદનશીલ ગામોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. - Divya Bhaskar
જિલ્લા પોલીસ વડા અક્ષયરામજ મકવાણાએ સંવેદનશીલ ગામોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.
 • જિલ્લા પોલીસ વડાએ ગુરૂવારે સંવેદનશીલ ગામડાઓની મુલાકાત લીધી
 • જિલ્લા પોલીસે સંવેદનશીલ મથકો તારવ્યાં, ફ્લેગમાર્ચ કરાશે, હથિયાર રાખવા પર પાબંદી ફરમાવાઈ

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ એલર્ટ બની છે. જિલ્લાના મુખ્ય સંવેદનશીલ ગામોમાં પોલીસ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત કાર્યરત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ગામોની મુલાકાત લઈ મતદાન મથકોની વિઝીટ કરી ગ્રામજનો સાથે ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા સૂચના આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથકોની તારવણી પાટણ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેના આધારે અસુરક્ષિત ગામોના વિસ્તારોમાં અને સંવેદનશીલ મતદાન મથકો પર કાયદો-વ્યવસ્થાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. તેવા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અસુરક્ષિત વિસ્તારો અને સંવેદનશીલ મતદાન મથકો પર પેરામિલિટરી ફોર્સ ગોઠવી દેવામાં આવશે અને ફ્લેગમાર્ચ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો