કામગીરી:પાંજરાપોળ,ગૌશાળાના સંચાલકો પશુઓ રાખશે પાટણ નગરપાલિકા ખર્ચ ચૂકવશે

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પકડેલા ઢોરોને સાચવવા જિલ્લાની 18 ગૌશાળા પાંજરાપોળોને પાલિકાએ પત્ર લખ્યો

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાંથી પડકવામાં આવતા રખડતા ઢોરો સાચવવા માટે પાટણ જિલ્લાની 18 જેટલી ગૌશાળા પાંજરાપોળો ને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે. આવી સંસ્થાઓ પશુઓ રાખવા તૈયાર થશે તો તેનો ખર્ચ નગરપાલિકા ચૂકવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.પાટણ શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન વધી ગયો છે રોજબરોજ રાહદારીઓને રખડતા પશુઓ અડફેટે લેતા હોય છે વાહન વ્યવહારમાં પણ નડતર રૂપ બની રહ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા પડકવામાં આવેલા ઢોરોને સાચવવા અને દેખરેખ રાખવા માટે ઢોરવાડો ન હોવાના કારણે છોડી મૂકવા પડે છે

આવી સ્થિતિમાં અંદાજે ૨૦૦ જેટલા રખડતા ઢોર પાંજરાપોળ ગૌશાળા સાચવશે તો નગરપાલિકા તેના માટે થનાર ખર્ચ ભરવા તૈયાર હોવાનું ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા ગૌશાળા પાંજરાપોળ સંસ્થાઓને અપીલ કરી છે. વધુમાં જિલ્લા કલેકટરને પણ આ સમાચારના નિરાકરણ માટે સંસ્થાઓને પ્રેરિત કરવા માટે ધ્યાનમાં લાવ્યું છે. નગરપાલિકા કેટલો ખર્ચ ઉઠાવશે તે અંગે પાલિકાનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ જે તે ગૌશાળા પાંજરાપોળ દ્વારા અમને ખર્ચની રકમ લેખિતમાં જણાવશે તે પછી તેના માટે નિર્ણય કરાશે.

આ સંસ્થાઓને નગરપાલિકા દ્વારા પત્ર લખાયો
ગાંધી આશ્રમ ઝીલીયા સંચાલીત આદર્શ ગૌશાળા, દૂધેશ્વર મહાદેવ ગૌશાળા અડીયા, સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા, સરસ્વતી ગ્રામવિદ્યાપીઠ સમોડા, લાલન ગૌશાળા સિદ્ધપુર, રાધનપુર ખોડાઢોર પાંજરાપોળ, સિદ્ધપુર મહાજન પાંજરાપોળ, ગોવિંદભાઈ ગૌશાળા ચાણસ્મા, રામકૃષ્ણ ગૌશાળા પાટણ, સમી ગો સેવા મંડળ, ગોતરકા ગૌશાળા રાધનપુર, જીવદયા ટ્રસ્ટ ગૌશાળા વારાહી, વિરેશ્વર મહાદેવ ગૌશાળા સાંતલપુર, યોગાજલી કેળવણી મંડળ ગણેશપુરા, ખોડીયાર ગૌશાળા ગોતરકા, સહજાનંદ ગુરુકુળ ઝીલવાણા, બહુચર માતા ટ્રસ્ટ રાધનપુર, રામદેવ ગૌશાળા ટ્રસ્ટ કોરડા

અન્ય સમાચારો પણ છે...